ટીમ ઇન્ડિયાનો વર્ષ 2021નો કાર્યક્રમ જાહેર : સૌથી વધુ t-20મેચ રમશે : ચાર વિદેશ પ્રવાસ 

SPORTS Publish Date : 02 January, 2021 09:05 AM

ટીમ ઇન્ડિયાનો વર્ષ 2021નો કાર્યક્રમ જાહેર : સૌથી વધુ t-20મેચ રમશે : ચાર વિદેશ પ્રવાસ 

 

સ્પોર્ટ ડેક્સ 

ટીમ ઇન્ડિયાનું નવા વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, ટીમ ઇન્ડિયા વર્ષ 2021 માં સૌથી વધુ ટવેન્ટી ટવેન્ટી મેચ રમશે તેમજ ચાર વિદેશ પ્રવાસ પણ યોજશે, બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક કાર્યક્રમ ઉપર નજર કરીયે તો 21 ટવેન્ટી ટવેન્ટી , 12 વનડે મેચ અને 16 ટેસ્ટ મેચ રમશે, આ દરમિયાન કુલ ચાર વિદેશ પ્રવાસ માટેના કાર્યક્રમને પણ ઘડી કાઢવામાં આવ્યો છે ,આ સાથે ખેલાડીઓ આઈપીલ, ટવેન્ટી એશિયા કપ અને ટવેન્ટી ટવેન્ટી વિશ્વકપ પણ રમનાર છે ..ભારતીય ટિમ ક્રિકેટ વિશ્વમાં સૌથી વ્યસ્ત ટિમ છે અને  બીસીસીઆઈ દુનિયાનું સૌથી સમૃદ્ધ ક્રિકેટબોર્ડ છે ત્યારે ખેલાડીઓને આ વર્ષે કોઈ આરામ નહિ મળી શકે 

ટીમ ઇન્ડિયા ને આ વર્ષે ઝીમ્બાબ્વે, ઇંગ્લેન્ડ,શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ જવાનું છે , હાલ ટિમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં છે અને 7 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ટેસ્ટ રમશે ત્યાર બાદ ચોથો ટેસ્ટ ટિમ ઇન્ડિયા ગાબા માં રમનાર છે , 

ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. 4 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી20 મેચ રમશે.  આ પ્રવસ રસપ્રદ બની રહેશે 

તો એપ્રિલ-મે : આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે. ફેબ્રુઆરીમાં મિની ઓક્શન થઈ શકે છે.જે નું આયોજન ભારતમાં કરવાની તૈયારી છે ગત વર્ષે કોરોના ને લઈને આખું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું જોકે આ વર્ષે ભારતમાં 10 ટિમ આઈપીલમાં રમતી જોવા મળી શકે છે 

જુન: ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસમાં 3 વન-ડે અને 5 ટી20 રમશે.
જુન-જુલાઈ : શ્રીલંકામાં ટી20 એશિયા કપ. ટીમ ઓછામાં ઓછી 6 મેચ રમશે.
જુલાઈ: ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડે રમવાની છે.
ઓગસ્ટ- સપ્ટેમ્બર : ઈંગ્લેન્ડના પ્રવાસમાં 5 ટેસ્ટ
ઓક્ટોબર : દ.આફ્રિકા સાથે 3 વન-ડે, 5 ટી20
ઓક્ટોબર-નવેમ્બર : દેશમાં સળંગ બીજી વખત ટી20 વર્લ્ડ કપનું આયોજન. 16 ટીમ ભાગ લેશે.
નવેમ્બર-ડિસેમ્બર : ન્યૂઝીલેન્ડ સાથે 2 ટેસ્ટ,3 ટી20.
ડિસેમ્બર: દ.આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 3 ટેસ્ટ અને 3 ટી20 મેચ રમશે.  

Related News