ટિમ ઇન્ડિયાને મોટી રાહત, રોહિત શર્મા ફિટ, 14મીએ ઓસ્ટ્રેલિયા જશે, ટેસ્ટ સ્ક્વોડમાં જોડાશે 

SPORTS Publish Date : 11 December, 2020 05:57 AM

ટિમ ઇન્ડિયાને મોટી રાહત, રોહિત શર્મા ફિટ, 14મીએ ઓસ્ટ્રેલિયા જશે, ટેસ્ટ સ્ક્વોડમાં જોડાશે 

મુંબઈ 

ટિમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે, ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના ઓપનર અને જબરજસ્ત બેસ્ટમેન રોહિત શર્મા હવે સંપૂર્ણ ફિટ હોવાનો રિપોર્ટ આવ્યો છે અને હવે રોહિત શર્મા 14મીએ ઓસ્ટ્રેલિયા જશે અને ભારતીય ટિમ સાથે જોડાશે, રોહિત શર્મા ભારતીય ટીમના સિનિયર ઓપનર છે અને તેની ટેસ્ટ ટીમમાં તે આધારભૂત બેટધર છે રોહિત ફિટ થતા ભારતીય ટીમને મોટી રાહત મળી છે,  રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ તેને ફિટનેશ ટેસ્ટ પાસ કર્યો છે અને રાહુલના હાથે તેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત 14 મીએ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે અને ત્યાં પહોંચીને તે 15 દિવસનો કોરન્ટીન પિરિયડ પસાર કરીને ટિમ સાથે જોડાશે 

જોકે રોહિત શર્મા પહેલા 2 ટેસ્ટ નહિ રમી શકે જોકે બાકીના બને ટેસ્ટમાં તે ભાગ લઇ શકશે, કોરોના નિયમ હેઠળ તેને 14 દિવસનો સમય કોરન્ટીનમાં વિતાવવાનો હોવાથી તે 17મી થી શરુ થતા પહેલા ટેસ્ટમાં ભાગ નહિ લઇ શકે સાથે તે બીજો ટેસ્ટ  બાકીના બને ટેસ્ટમાં તે ભારતીય ટીમનો ભાગ બનશે.. 

Related News