સુરતમાં હીરા વેપારી સામે વધુ એક ફરિયાદ ; વધુ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી 

GUJARAT Publish Date : 22 December, 2020 05:01 AM

સુરતમાં હીરા વેપારી સામે વધુ એક ફરિયાદ ; વધુ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી 

સુરત 

સુરતના હીરા વેપારી વસંત પટેલ સામે વધુ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે , સુરતના વરાછા ખાતે વસંત ભીખા પટેલ સામે 24 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે યુવતીના જણાવ્યા મુજબ તેની વસંત સાથે સોશ્યલ મીડિયા દ્વારા પરિચયમાં આવી હતી અને વસંતે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેક વખત દુસ્કર્મ ગુજાર્યું હતું આ દરમિયાન ભોગ બનનાર પીડિતાને ગર્ભ પણ રહી ગયો હતો અને તેને વસંતે દબાણ કરીને પડાવી નાખ્યો હતો , આ બાદ યુવતીએ તેની સાથે સબંધો કાપી નાખ્યા હતા અને હવે તે ન્યાય મેળવવા માટે વસંત સામે ફરિયાદ નોંધાવવા માટે વરાછા ખાતે પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ દાખલ કરાવી છે 

Related News