ઠંડીનો ચમકારો અનુભવતા લોકો : સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો 

SAURASHTRA Publish Date : 30 October, 2020 01:00 AM

ઠંડીનો ચમકારો અનુભવતા લોકો : સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો 

 
દિવાળી જેમ જેમ નાજી આવી રહી છે તેમ તેમ તાપમાનનો પારો ઘટવા લાગ્યો છે , તાપમાનમાં ઘટાડા સાથે જ સૌરાષ્ટ્રમાં શિયાળાનું  થયું છે  વહેલી સવારે અને સાંજ પડતા જ સૂકા અને ધીમા પવન લોકોને શિયાળાનો અહેસાસ કરાવી રહ્યા છે , તો રાત પડતા જ ઠંડીનો ચમકારો અને ધીમો ઠંડો પવન ઠંડીના આગમનના એંધાણ આપી રહયો છે , હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રેકોર્ડ બ્રેક અને કાતિલ ઠંડી પડી શકે છે , માટે ઠંડી શરૂ થવાની સાથે જ સાવધાન થઇ જવાની જરૂર છે , હાલમાં વહેલી સવારે અને સાંજ પડતા જ તાપમાનો પારો ધીમે ધીમે ગગડવા લાગ્યો છે , જોકે ઉત્તર ભારતમાં તાપમાન ગગડવા સાથે જ ઠંડી પાડવાની શરૂઆત થઇ છે દિવાળી સુધીમાં સૌરાષ્ટ્રમાં મીઠી અને ગુલાબી ઠંડીનો સંપૂર્ણ અહેસાસ સૌરાષ્ટ્રવાસીઓને થવા લાગશે 

Related News