રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીમાં આંશિક રાહત :તાપમાન વધ્યું 

RAJKOT-NEWS Publish Date : 12 January, 2021 09:19 PM

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીમાં આંશિક રાહત :તાપમાન વધ્યું 

 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડી રહેલી ઠંડીમાં આંશિક રાહત નોંધાઈ છે છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડીમાં સૌરાષ્ટ્ર ઠુઠવાઈ રહ્યું હતું , રાજકોટમાં એક તબક્કે તાપમાનનો પારો 8.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો જોકે આજે ઠંડીમાં થોડી રાહત પહોંચી છે ઉતરાયણ નજીક આવતી હોવાથી ઠંડીમાં ઘટાડો થયાનું નિષ્ણાતો નું અનુમાન છે જોકે ઠંડીનો દોર ઓછો નથી થયો સાંજે અને વહેલી સવારે સુસવાટા મારતા ઠંડા પવન હજુ પણ લોકોને ધ્રુજાવી રહ્યા છે .. મકરસક્રાંતિ બાદ વાતાવરણમાં ફેરફાર થવાની અને ઠંડીમાં ફરી વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે એકંદર તાપમાન ઓછામાં ઓછું 10 ડિગ્રી આસપાસ અને મહત્તમ 23 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન છે 

Related News