મહારાષ્ટ્રમાં ગોઝારી ઘટના : યુવતીને યુવકે એસિડ પેટ્રોલથી સળગાવી નાખી :યુવતી સળગતી રહી,સારવાર દરમિયાન થયું મોત 

રાશિફળ Publish Date : 16 November, 2020 04:27 AM

મહારાષ્ટ્રમાં ગોઝારી ઘટના : યુવતીને યુવકે એસિડ પેટ્રોલથી સળગાવી નાખી :યુવતી સળગતી રહી,સારવાર દરમિયાન થયું મોત 

 
મહારાષ્ટ્રના બીડમાં  ગોઝારી ઘટના નોંધાઈ છે જે સાંભળી અને જાણીને રુવાડા ઉભા થઇ જાય છે , બીડમાં એક યુવતી ઉપર તેના કથિત પ્રેમીએ એસિડ અને પેટ્રોલ છાંટીને સળગાવી નાખતા યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે , દિવાળીની રાત્રીના બનેલી આ ગોઝારી અને ખતરનાક ઘટનામાં આખી રાત આ યુવતી તડપતી રહી તેનો પરિવાર તેની રાહ જોતો રહ્યો પરંતુ તે યુવતી આખરે મોતને ભેટી છે ,યુવતી નાંદેડ ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે , શુક્રવારે રાત્રીના તે પોતાના ઘરે જય રહી હતી ત્યારે રાત્રીના લગભગ ત્રણ વાગ્યાના સુમારે યુવકે એક નિર્જન સ્થળે તેણીને લઇ જઈને તેને ઉપર એસિડ ફેંકીને પહેલા તેણીને સળગાવી નાખી હતી, અને બાદમાં તેને પેટ્રોલ છાંટીને સળગાવી નાખી હતી યુવતી 11 કલાક સુધી તડપતી રહી હતી બપોરે 2 વાગ્યે તેને દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગર નીવડે એ પહેલા જ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું , રોપનું નામ અવિનાશ હોવાનું યુવતીના નિવેદન પરથી સામે આવ્યું છે જોકે આરોપી હાલો ફરાર છે તેન શા માટે આ પગલુ ભર્યું છે એ પોલીસ પકડમાં આવ્યા બાદ જ વિગતો સામે આવી શકે છે 

Related News