મોદી સરકાર આ વર્ષે 12 લાખ કરોડ રૂપિયાની લોન લેશે ; જાણો કેટલું દેવું છે ભારત સરકાર ઉપર 

BUSINESS Publish Date : 05 February, 2021 11:26 PM

મોદી સરકાર આ વર્ષે 12 લાખ કરોડ રૂપિયાની લોન લેશે ; જાણો કેટલું દેવું છે ભારત સરકાર ઉપર 

 
ન્યૂઝ ડેક્સ 
 
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ બજેટ રજુ કરવામાં આવ્યું છે , નાણામંત્રી નિર્મળ સીતારામને બજેટને લઈને અનેક ઘોષણાઓ કરી છે પરંતુ શું તમને ખબર છે સરકાર ઉપર કેટલું દેણું છે અને આ વર્ષે સરકાર પોતાના ખર્ચ ને પહોંચી વાળવા માટે કેટલું દેણું એટલે કે લોન લેવાની છે ? નથી જાણતા ને તો જાણી લો અને આ જાણીને તમારી આંખો પણ પહોળી થઇ જશે 
 
કેન્દ્રીય નાણામંત્રાલયના તાજેતરમાં આવેલા આંકડા મુજબ આ વર્ષે નરેન્દ્ર મોદી સરકાર 12 લાખ કરોડ રૂપિયાની લોન લેનાર છે  જીહા ફરી એક વખત જાણીલો 12 લાખ કરોડ રૂપિયાની લોન મોદી સરકાર લેવાની છે અને તેને લઈને તૈયારી પણ શરૂ કરી દીધી છે જેથી કેન્દ્ર સરકાર આખા વર્ષનો ખર્ચ કરી શકે .. એટલું જ નહિ તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેન્દ્રની ઉપર કેટલું દેણું છે ..એટલે કે મોદી સરકાર ઉપર કેટલું દેણું છે . આજ સુધીના સામે આવેલા આંકડા મુજબ મોદી સરકાર ઉપર 107.04 લાખ કરોડ રૂપિયાનો બોજો છે અને જે કોરોના કાળને લઈને સતત વધતો રહ્યો છે ..આ સમગ્ર ભારત ઉપરનો બોજો છે જે હાલમાં જ વધ્યો છે ... મોદી સરકારના હાલના કાર્યકાળની વાત કરીયે તો આંતરિક લોન 97.46 લાખ કરોડ છે અને બહારનું દેણું 6.30 લાખ કરોડ છે.. આ બોજો જીડીપીના 66 થી 668 ટકાની વચ્ચે રહ્યો છે .જો દેશની સ્થિતિની વાત કરીયે તો રાજકોષીય નુકસાની 9.3 ટકા જેટલી રહી હતી જે ઘટાડીને 6.3 કરવાનું આ વર્ષે લક્ષયાંક છે જોકે એ કેમ પાર પડે છે તે કહેવું મુશ્કેલ છે ..હાલમાં કોરોના ને લઈને છેલ્લા એક વર્ષથી દેશનું અર્થતંત્ર મુશ્કેલી ભરેલા સમયથી પસાર થઇ રહ્યો છે જે એક મોટી ચિંતાનો વિષય છે 

Related News