31મીએ પીએમ મોદીના હસ્તે રાજકોટની એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

TOP STORIES Publish Date : 26 December, 2020 11:30 AM

રાજકોટ એઇમ્સના ખાતમુહૂર્ત ને લઈને તડામાર તૈયારીઓ

 

રાજકોટ 

 

ગુજરાતની પહેલી એઇમ્સ રાજકોટ ખાતે બની રહી છે ત્યારે રાજકોટમાં એઇમ્સ નું ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.. 31 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇ-ખાતમુહૂર્ત કરી એઇમ્સ નું ભૂમિ પૂજન કરશે... આ કાર્યક્રમ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેશે... ડેપ્યુટી સીએમ અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ...રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડરિયા, ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહશે.. સાથે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તેમજ શહેર ભજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.. જિલ્લા કલેક્ટર..ડેપ્યયુટી કલેક્ટર... શહેર પોલીસ કમિશનર.. જિલ્લા પોલીસ વડા.... રેન્જ આઈજી સંદીપસિંગ સહિતના ઉપસ્થિત રહેશે....

Related News