અદાણી-અંબાણી બધાને ખટકે છે? આજે ગુજરાત દેશને લીડ કરે છે એ કેમ નથી ગમતું ?

TOP STORIES Publish Date : 18 December, 2020 04:41 AM

અદાણી-અંબાણી બધાને ખટકે છે? આજે ગુજરાત દેશને લીડ કરે છે એ કેમ નથી ગમતું ?

Mayur soni 

શું અદાણી અને અંબાણીને આગળ વધવાનો સમૃદ્ધ બનવાનો કોઈ હક્ક નથી, આ હક્ક માત્ર ટાટા કે બિરલાને જ મળી શકે કે મિત્તલ ને જ મળી શકે કે પછી કોઈ સિંઘાનિયા કે અગ્રવાલ જ હકદાર બને એ ચાલે ?

આજકાલ ફેશન ચાલી રહી છે કે કોઈ સફળ કે સમૃદ્ધ કે પછી દેશના ટોચના વ્યક્તિને નિશાન બનાવીને લાઇમ લાઇટમાં આવી પોતાના નિશાન પાર પાડવા... પરંતુ શું તે માટે અદાણી અને અંબાણીને નિશાન બનાવવાના ?

 

આઝાદી સમયે સરદાર પટેલ સાથે થયેલો અન્યાય હવે દૂર થઇ રહ્યો છે, સરદાર ખરા અર્થમાં દેશના વડાપ્રધાન બનવા માટે લાયક અને યોગ્ય વ્યક્તિ હતા છતાં તે વડાપ્રધાન ન બની શક્યા, એ ઇતિહાસ છે, જોકે એ ખોટ આપણા લાડીલા નરેન્દ્રભાઈએ પુરી કરી છે અને સરદાર પટેલને કરવામાં આવેલા અન્યાયને હવે ધીરે ધીરે દૂર કરવામાં આવી રહ્યો છે,.... અહીં વાત ગુજરાતી અને ગુજરાતની છે,.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી, ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતી, સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું એ ગુજરાતી, દેશના સૌથી વધુ ધનવાન વ્યક્તિએ પણ ગુજરાતી અને સૌથી ઝડપથી સમૃદ્ધ બની રહ્યા છે એ પણ ગૌતમ અદાણી ગુજરાતી,...  હવે ગુજરાત આગળ વધે અને ગુજરાતી સમૃદ્ધ બને તેમાં કોને પેટમાં દુખે છે, શું અદાણી અને અંબાણીએ આગળ વધવાનો સમૃદ્ધ બનવાનો કોઈ હક્ક નથી, દેશના બંધારણે દેશના દરેક નાગરિકને સમૃદ્ધ બનવાનો હકક આપ્યો છે.... તો આગળ વધવા માટે બુદ્ધિ, કુનેહ, મહેનત, ભાગ્ય અને સમયની જરૃર છે ત્યારે ગુજરાતી આગળ વધે એ ગુજરાત માટે અને દેશ માટે જરૂરી છે.... દેશના અન્ય રાજ્યોના નાગરિકોની જેમ ગુજરાતીઓ પણ દેશને એટલો જ પ્રેમ અને દેશની પ્રગતિમાં સહયોગ આપે છે... માટે કોઈ એક અદાણી અંબાણીની પાછળ પડવાને બદલે તેની જેમ પ્રગતિ કરવાનું વિચારે એજ સાચો ગુજરાતી કહેવાય... 

 

આઝાદી બાદથી જે સરકાર આવી કે જેનો સમય આવ્યો તેને દેશની સમૃદ્ધિ વધવાની સાથે પોતાની પેઢીઓને પણ સમૃદ્ધ કરી દીધી, અહીં વાત 2 વ્યક્તિઓની નથી,... સમૃદ્ધિ ખાલી અંબાણીની કે અદાણીની જ નથી વધી તેઓએ સાહસ કર્યું અને સફળ થયા અને હજુ પણ થઇ રહ્યા છે, વાત છે મિત્તલની જીહા એરટેલના મિત્તલ બંધુઓની તેઓ પણ ટેલિકોમ ક્રાંતિમાં સમૃદ્ધ થયા છે એ કોઈની દયા થી નથી બુદ્ધિ અને સાહસ દ્વારા તેઓએ સફળતા મેળવી છે, તો અન્ય ઉદ્યોગકારોએ પણ સફળતા સાથે આર્થિક પ્રગતિ કરી છે,. એ ભાગ્ય અને મહેનતના જોરે અને યોગ્ય સમયે કરેલા સાહસને પગલે છે , તો ગુજરાતના આગળ વધી રહેલા ઉદ્યોગકારોને વારંવાર નિશાન કેમ બનાવવાનાનું અહીં અદાણી કે અંબાણીનો મહિમા ગાવાનો કોઈ ઈરાદો નથી પરંતુ વાત છે કે કોઈની સફળતા થી ઈર્ષાવશ કે અન્ય કોઈના દોરવાઈ જવાની વાત છે, જોકે ગુજરાતી તરીકે હું તો દરેક સફળ વ્યક્તિને આઇકોન માનું છું અને તેને કરેલી મહેનત અને તેના સાહસને બિરદાવું છું,..... એક ગુજરાતીએ તો સફળ અને આગળ વધતા વ્યક્તિની પાછળ ચાલીને આગળ વધવું જોઈએ નહિ કે કોઈની લીટી તાણી તાણીને તોડી નાખવા ની કોશિશમાં પોતાની લીટીને ભૂંસી નાખવી.... 

 

યોર્કર 

કહેવત છે કે કોઈના નળિયાં ન ગણવા ગણવા તો સફળ વ્યક્તિના ગુણ 

કહેવત સમજાઈ જશે તો તમે પણ સીધી લીટીએ આગળ વધી શકશો 

 


 

Related News