આવી રહી છે એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરતી કાર્બાઇન ગન : ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી મોતની મશીન 

TOP STORIES Publish Date : 27 December, 2020 02:43 PM

1મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરતી કાર્બાઇન ગન : DRDO દ્વારા તૈયાર કરવામાં આવી મોતની મશીન 

 

ન્યૂઝ ડેક્સ 

દુનિયાભરમાં એ.કે.47 ને મોતનું મશીન કહેવામા આવે છે , દુનિયામાં સૌથી વધુ વપરાતા કાતિલ હથિયાર તરીકે એ.કે.47 નું નામ છે તેના બાદ એ.કે.56 આવી પણ એ.કે.47 ની વાત અલગ જ માનવામાં આવે છે પરંતુ હવે તમે એ.કે.47 અને 56 ને ભૂલી જશો કારણ કે તેને પણ પાછળ છોડી દે તેવી અત્યાધુનક અને કાતિલ ભારતીય ઓટોમેટિક ગન તૈયાર થઇ છે , જે એક મિનિટમાં 700 રાઉન્ડ કારતુસને ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે જેનું પરીક્ષણ હાલમાં જ સફળતા પૂર્વક કરવામાં આવ્યું છે .. આ ખતરનાક કાતિલ ઓટોમેટિક કાર્બાઇન ગનને તૈયાર કરીને ડીઆરડીઓ એ જેને છેલ્લા કેટલાક સમયથી પરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી 

કાર્બાઇન ગનની ખાસિયત છે કે તે એક રાઉન્ડમાં એટલે કે એમ મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ નહિ આ કાતિલ ગન એટલી આધુનિક અને સોફ્ટ વર્કિંગ છે કે તેને ચલાવનાર ને કોઈ જ મુશ્કેલી પડતી નથી સ્મૂધ અને તેની ઘટકતા એટલી વધી સચોટ છે કે તે ધાર્યું નિશાન પાર પાડીને સફળતા અપાવે છે.. 

કરીઅબ્ન ગન હાલો ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને પરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી જેને 10 માંથી 10 ગુણ પ્રાપ્ત કર્યા છે અને તેની સચોટ અસરકારકતાએ તેને દુનિયાની નંબર 1 ઓટોમેટિક ગનનું બિરુદ પણ આપાવે તેવી તેની મારક ક્ષમતા પરીક્ષણમાં સાબિત કરી છે.. 

આ ગન સેનાના ઉપયોગ માટે તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે અને કાર્બાઇનને સેનાને સપવાથી સેનાની દુશ્મનોને મારવાની ક્ષમતામાં અતિશય વધારો થશે , સેનામાં સામેલ કરતા પહેલા તેના કેટલાક પરીક્ષણ કરવામાં આવશે બાદમાં તેને બીએસએફ અને સીઆરપીએફમાં સામેલ કરવામાં આવશે 

આ કાર્બાઇન ગનનું ડેવલોપમેન્ટ પુના સ્થિત ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને એમ 9 ની જગ્યાએ સેનામાં સામેલ કરવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે

Related News