31મીએ સવારે 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત 

TOP STORIES Publish Date : 28 December, 2020 09:58 PM

31મીએ સવારે 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત 

રાજકોટ 

ગુજરાતની પહેલી અને રાજકોટ માટે અતિ મહત્વની એઇમ્સ નું 31મીએ સવારે 10 વાગ્યે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે તે માટે પીએમઓ તરફથી સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની છેલ્લી તૈયારીઓ પણ પુરી કરવામાં આવી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સવારે 10 વાગ્યે કરશે, એઈમ્સના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય વિભાગનો હવાલો સાંભળતા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે, એટલું જ નહીં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અશ્વિની ચોબે પણ ખાસ ઉપસ્થિત રહેશે,.. એઇમ્સને લઈને રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને જિલ્લા કલેક્ટર સહિતના દ્વારા શાળ વિઝિટથી લઈને અન્ય તૈયારીઓ કરી લેવામાં આવી છે અને અંતે રાજકોટ એઇમ્સન માટેના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે થશે 

Related News