લાભના પદનો દુરુપયોગનો મામલો ? સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શ્યામ રાયચુરા સામે પૂર્વ ક્રિકેટરના ગંભીર આક્ષેપ 

TOP STORIES Publish Date : 23 December, 2020 10:09 AM

લાભના પદનો દુરુપયોગનો મામલો ? સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શ્યામ રાયચુરા સામે પૂર્વ ક્રિકેટરના ગંભીર આક્ષેપ 

 

રાજકોટ 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન લાભના પદના દુરુપયોગ મામલે વિવાદમાં સપડાયું છે , સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે ગંભીર આરોપ લગાવ્યા છે , નિખિલ રાઠોડના આરોપ મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના હોદેદારો દ્વારા પોતાના હોદાનો દુરુપયોગ કરીને પોતાની જ માલિકીની અને હિટ ધરાવતી હોટેલમાં ક્રિકેટર અને ક્રિકેટ સાથે જોડાયેલા લોકોને ઉતારા આપીને મોંઘા બિલ બનાવી લાભ લેવામાં આવી રહ્યો છે , એટલું જ નહિ નિખિલ રાઠોડના આક્ષેપ મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માં માનદ પદ ધરાવાતા રાયચુરા પરિવારના શ્યામ રાયચુરાએ લાભ લેવા માટે ફર્ન હોટેલ ખાતે થી ભોજન અને કેટેરિંગ ના કોન્ટ્રાકટ પણ ઉંચા ભાવે એસસીએ માં પાસ કરાવીને બિલની વસુલાત કરાવી પોતાના હોદાનો દુરુપયોગ કર્યો છે , નિખિલ રાઠોડે આ પહેલા પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણી પ્રક્રિયા અને ભાઈ ભત્રીજા અને નેપોટિઝ્મ ઉપર ચાબખા માર્યા છે અને એસોસિએશન ની પારદર્શકતા સામે સવાલ ઉઠાવીને બીસીસીઆઈ ને ફરિયાદ કરી અતિ , જોકે આ વખતે મામલો થોડો પેચીદો અને ગંભીર છે અને ફર્ન હોટેલ નું કેટેરિંગ અને ત્યાં હોટેલમાં ઉતારા ક્રિકેટ ટીમોને આપવામાં આવે છે એ વાત જગજાહેર છે, આખા મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર હેમાંશુભાઈ શાહે જણાવ્યું કે આરોપ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ને લેખિત કે મૌખિક વિગતો મળી નથી અને આ વિગતો કે આરોપ મળ્યે જવાબ આપવામાં આવશે ,આ પ્રકારના આરોપ બીસીસીઆઈ ની એથિકલ કમિટી સુધી જતા હોઈ અને તેના ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે છે જયારે જરૂર જણાશે અને જયારે પૂછવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તમામ જવાબો રજુ કરશે , રાજકોટમાં હોટેલની ઉપલબ્ધતા અને ત્યાં ક્રિકેટરના ઉતારા સબંધી અન્ય હોટેલો સાથે વાર્ષિક કરાર થતા હોઈ છે તેમાં ફર્ન પણ છે અને તેનું કામકાજ ખાસ એજન્સી મારફત કરવામાં આવે છે આ મામલે પારદર્શિતા વર્તવામાં આવે છે અને કોઈ ખોટું નથી થઇ રહ્યું તેઓએ જણાવ્યું છે 

 

Related News