સાવધાન વાલીઓ : ઓનલાઇન શિક્ષણના બદલે બાળકો પોર્નના રવાડે ચડવા લાગ્યા હોવાનો સર્વેમાં ખુલાસો

TOP STORIES Publish Date : 04 January, 2021 04:32 PM

સાવધાન વાલીઓ : ઓનલાઇન શિક્ષણના બદલે બાળકો પોર્નના રવાડે ચડવા લાગ્યા હોવાનો સર્વેમાં ખુલાસો 

 

રાજકોટ 

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ એ બાળકોને અભ્યાસ સાથે જોડીને રાખવાનો એક માત્ર ઉપાય રહ્યો છે જોકે મોબાઈલ અને લેપટોપ હાથવગા હોવાથી અને સતત વાલીઓની નજરથી બાળકો દૂર રહેતા હોવાથી ભણવા ને બદલે બાળકો ઓનલાઇન પોર્ન સાઈટ અને વિડિઓ ક્લિપના વ્યસની બની રહયા છે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્ષિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સર્વે અને રિસર્ચમાં આ ખુલાસો થયો છે જે દરેક વાલીઓ માટે ચોંકાવનારો છે ....સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, ઓનલાઇન શિક્ષણની આડમાં તરુણ બાળકોને લાગી ગઈ છે પોર્ન સાઈટ જોવાની લત, મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થી પાસે આવા કેટલાક કિસ્સાઓ પણ આવ્યા છે સામે કોરોના કાળમાં નાનાથી લઈ મોટા એમ તમામ લોકો દરેક પ્રવૃત્તિ ઓનલાઇન કરી રહ્યા છે. ઉપરાંત શિક્ષણ પણ હાલ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કેટલું હિતાવહ તે પણ એક મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. ઓનલાઇન શિક્ષણની આડમાં તરૂણ બાળકોને પોર્ન સાઈટ જોવાનો ચસ્કો વધ્યો છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે પણ જાણવા મળ્યું છે કે, લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધુ છે. ભણવાના બહાને સતત મોબાઈલ હાથમાં હોવાથી બાળકો ન જોવાની વસ્તુઓ જુએ છે તેમ કહેવું છે ડો ધારા દોશી નું જેઓ મનોવિજ્ઞાન ભવન ના પ્રોફેસર છે ..ભણવાના બહાને તરુણ બાળકો દ્વારા પોર્ન સાઈટ જોવાતા માતા પિતા માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેના બાળક પર ખાસ નજર રાખવી આવશ્યક બની ગઈ છે. સામાન્યરીતે બાળકોને મોબાઈલ આપીને માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જેનું પરિણામ ગંભીર આવી શકે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો વિદ્યાર્થીનીઓ પણ જણાવે છે કે તેઓના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક છાત્રો અને છાત્રાઓ સતત એકલા રહીને મોબાઈલ અને પીસી તેમજ લેપટોપનો ઉપયોગ કરે છે જે આવી સાઈટ તરફ તેઓનું આકર્ષણ જતાવે છે જોકે આ આકર્ષણ ક્યારેક વ્યસનમાં પણ પરિણામે છે જે વિદ્યાર્થીઓ માટે જોખમી બની શકે છે તેમ ડોબરીયા ભૂમિકાનું કહેવું છે ..જોકે આ બાબતે નિરાકરણ પણ આવી શકે તેમ છે. બાળકોને ધીરજ અને શાંતિથી સમજાવી મોબાઈલના વ્યસનથી દૂર રાખી શકાય તેમ છે. જોકે જરૂર પડ્યે કડક વલણ અપનાવું પણ યોગ્ય રહે છે. પરંતુ સાથે આવા કિસ્સાઓ જોતા માતા પિતા માટે જાગૃત થવું જરૂરી થઈ ગયું છે. 

Related News