રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓનલાઇન લોનના બહાને નાના લોકોને શિકાર બનાવતી ટોળકી ઝડપી પાડી : ગુજરાતપોસ્ટએ 1 જાન્યુઆરીએ દોર્યું હતું ઓનલાઇન લોન ફ્રોડ અંગે ધ્યાન 

TOP STORIES Publish Date : 09 January, 2021 02:29 PM

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓનલાઇન લોનના બહાને નાના લોકોને શિકાર બનાવતી ટોળકી ઝડપી પાડી : ગુજરાતપોસ્ટએ 1 જાન્યુઆરીએ દોર્યું હતું ઓનલાઇન લોન ફ્રોડ અંગે ધ્યાન 

 

Rajkot 

રાજકોટમાં પોલીસે નાના અને અભણ લોકોને ઓનલાઇન તાત્કાલિક લોન આપીને ફસાવતી ટોળકીને ઝડપી લીધી છે , તાજેતરમાં હૈદરાબાદમાં ચાઈનીઝ એપ્લિકેશન મારફત લોન સ્કેમ નો બનાવ સામે આવ્યો હતો જેના અનુસંધાને આરોપીઓની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરીને 21000 કરોડના લોન સ્કૅમનો પર્દાફાશ કર્યો છે , આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો , આ મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું જેના ભાગે રૂપે રાજકોટના લક્ષ્મીનગર ખાતે કૃષ્ણ પ્લાઝા નાના મવા નજીક ઓફિસ ધરાવતા જીગ્નેશ પરમાર અને રવિ પરમાર ની લોન મેળવવા ઇચ્છતા લોકોના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને છેતરપિંડી કરતા હોવાની હકીકત સામે આવી છે જેના આધારે પ્રતીક ઉર્ફે જીગ્નેશ અને રવિ પરમાર અને મહેન્દ્ર કુમાવત તેમજ શૈલેષ પીઠડિયાની  ધરપકડ કરી છે આ તમે આરોપીઓ નેટબેન્કિંગ અને અન્ય માધ્યમો મારફત અભણ અને  ગ્રાહકોના ખાતાનીઊં અને અન્ય વિગતો જાણીને તેના નામે ફ્રોડ કરતા હોવાનું બહાર આવ્યું છે 

 

રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી વિજયભાઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ તેઓએ સિમ્પલી કેસ નામની એપ્લિકેશન મફત રૂપિયા 1.50 લાખ રૂપિયાની લોન મંજુર કરાવી હતી , જેમાં 5842 રૂપિયા જ કાયદેરાસના કપાયેલા તેમાં છતા આ કામના આરોપીઓએ એસબીઆઇની યોનો એપ્લિકેશન મારફત એટબેન્કિંગ ચાલુ કરાવીને તેના યુઝરનેમ અને પાસવર્ડ મેળવીને 36000 રૂપિયા તફડાવી લીધા હતા જેની ફરિયાદીને છેતરાયા બાદ ખબર પડી હતી , આજ પ્રકારે અન્ય એક જયશ્રીબેન નામના મહિલા અને અશોકભાઈ નામના વ્યક્તિ સાથે અનુક્રમે 25000 અને 35000 તફડાવી લીધાનું સામે આવ્યું છે 

 

આરોપીઓ કેવી રીતે ગુન્હાઓને અંજામ આપતા હતા જાણો 

આ કામના આરોપીઓ મહેન્દ્ર કુમાવત શહેરમાંથી શિકાર શોધી લાવતા હતા જેઓને જીગ્નેશ અને રવિ દ્વારા પોતાની ઝાળમાં ફસાવી લેતા હાટ જેમાં ગ્રાહકોના નેટબેન્કિંગ આઈડી અને પાસવૉર્ડ મેળવીને જેતે બેન્ક નું નેટ બેન્કિંગ ચાલુ કરાવીને તે ગ્રાહકના આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવીને શૈલેષ પીઠડીયા  ને સોંપીને તેની પાસેથી કેવાયસી કરાવીને પૈસા બઝાર વેબસાઈટ મારફત સિબિલ ચેક કરાવીને ગ્રાહકના મોબાઈલમાં હીરો ફિનકોર્પ, સિમ્પલી કેસ, નવી, ફિસદોમ, વરેડીટ કાર્ટ વગેરે સ્મીલ ફાઇનાન્સ કમ્પનીઓમાં થી ગ્રાહકના નામે લોન લઈને પૈસા ઉઘરાવીને ગુન્હો આચરતા હતા , જયારે લોનની રકમ માટે ગ્રાહકોને ફોન આવતા ત્યારે ખબર પડતી કે તેઓના નામે તેઓની જાણ બહાર જ લોન લેવાંકા આવી છે 

 

આરોપીઓ એટલા ચાલાક હતા કે લોન લેવા માટે ઇચ્છુક ગ્રાહકની ગરજ અને જરૂરિયાતનો લાભ લઈને તેના જાણ બહાર જ તેના તેન બેન્કિંગમાંથી પૈસા ઉઠાવી લેવા હતા જે રકમ 25000 થી 35000 જેટલી હોઈ છે આ આરોપીઓ કોઈ પણ બેન્ક કે ફાઇનાન્સ કંપનીના ઓથોરાઇઝ એજન્ટ કે અન્ય અધિકારી ન હોવા છતાં લોન ના નામે ગ્રાહકોને ફસાવીને પ્રોસેસિંગ ફી અને અન્ય ફી મામલે છેતરપિંડી કરતા હતા આવા લગભગ 500 થી વધુ લોકોને શિકાર બનવવામાં આવ્યાનું સામે આવ્યું છે આ કેસના આરોપી શૈલેષે સુરત ખાતે પણ અનેક લોકોને શિકાર બનાવ્યા નું સામે આવ્યું છે આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોકે ગઢવીની પણ શહેર પોલીસ દ્વારા મદદ લેવામાં આવી છે , તો સમગ્ર કેસની કામગીરી પીઆઇ વીકે ગઢવી, પીએસઆઇ એમવી રબારી, ઈસાઈ જયેન્દ્રસિંહ પરમાર,એચ પીસી પ્રતાપસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઈ મેવાડા, એભલભાઈ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજા અને શોકતભાઈ ખોરમ દ્વારા કરવામાં આવી છે 

Related News