બંધુક્ની અણીએ યુવતી ઉપર દુષ્કર્મ : બચાવવા આવેલા પરિજનો ઉપર કર્યું ફાયરિંગ 

TOP STORIES Publish Date : 17 December, 2020 05:09 AM

 

બંધુક્ની અણીએ યુવતી ઉપર દુષ્કર્મ : બચાવવા આવેલા પરિજનો ઉપર કર્યું ફાયરિંગ 
 
ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં શરમ જનક ઘટના ઘટી છે, જ્યા યુવતી ઉપર બંધુક્ની અણીએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે , યુવતીને બચાવવા ગયેલા પરિજનો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે 
ઉત્તરકાશીમાં બનેલી ઘટનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે , પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઉત્તરકાશીમાં આરોપી યુવકે યુવતીનું અપહરણ કર્યું અને તેને મારી નાખવાની ધમકી આપીને તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, યુવતી પોતાની આબરૂની ભીખ માંગી રહી હતી ત્યારે આરોપી યુવકે બંધુક બતાવીને મારી નાખવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું ,આ દરમિયાન યુવતીને શોધતા આવેલા પરિજનોએ યુવકને પકડવાની કોશિશ કરી હતી જેનાથી બચવા માંથી યુવકે પીડિતા યુવતીના પરિજનો ઉપર ફાયરિંગ કરીને ફરાર થયો હતો ઉત્તરકાશી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી છે , પોલીસે યુવતીનું મેડિકલ કરાવ્યું છે એ આરોપીની અટકાયત કરી તેને કોર્ટમાં રજુ કર્યો છે , કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો છે..  

Related News