ચીઝ પનીર અંગુરીની સુપર ડુપર રેસીપી :ઘરે બનાવો હોટેલ જેવી સ્વાદિષ્ટ વાનગી 

માધુરી વાનગી Publish Date : 08 December, 2020 04:14 AM

ચીઝ પનીર અંગુરીની સુપર ડુપર રેસીપી :ઘરે બનાવો હોટેલ જેવી સ્વાદિષ્ટ વાનગી

 

( ચીઝ પનીર અંગુરી ઘટકો )
ચીઝ પનીર અંગુરી બનાવવાની રીત
100 ગ્રામ પનીર છીણેલુ
2 નંગ બાફેલા બટાકા
2 ક્યુબ ચીઝ
1/2 ચમચી મરી પાઉડર
મીઠું જરૂર મુજબ
2-3 ચમચી કોર્ન ફ્લોર
1 ચમચી કસુરી મેથી
તેલ
ગ્રેવી બનાવવાની રીત
2-3 ચમચી બટર
2-3 ચમચી તેલ
1 નંગ તેજ પતા
1 નંગ ચક્ર ફુલ
2-3 નંગ લવિંગ
1 નંગ ઈલાયચી
1 નંગ તજ
3 નંગ સમારેલા કાંદા
મીઠું જરૂર મુજબ
1-1 ચમચી સમારેલા લસણ મરચાં
12 નંગ કાજુ
2-3 નંગ બરફના ટુકડા
1 ચમચી હળદર
2 ચમચી લાલ મરચું પાઉડર
2 ચમચી ધાણાજીરું પાઉડર
1 ચમચી કસુરી મેથી
3 નંગ ટામેટાની પ્યુરી
1 ચમચી ખાંડ (ઓપ્શનલ)
2 ચમચી મલાઈ
જરૂર મુજબ પાણી
ગાર્નીશિંગ માટે
કોથમીર અને ચીઝ

 

સૌપ્રથમ બાઉલમાં છીણેલુ પનીર બાફેલા બટાકા, છીણેલું ચીઝ, મરી પાઉડર, કસૂરી મેથી, મીઠું, કોર્નફલોર નાખી મિક્સ કરી લો.
હવે હથેળીમાં થોડું તેલ લઈ બોલ્સ બનાવી કોર્ન ફ્લોરમાં રગદોળી લો.
હવે પેનમાં તેલ મૂકી બોલ્સને ધીમા તાપે સેલો ફ્રાય અથવા તળી લો.
હવે પેનમાં તેલ અને બટર મૂકી તેજ પત્તા, ચક્ર ફુલ, લવિંગ, ઈલાયચી, તજ નાખી હલાવવું...ત્યારબાદ સમારેલા કાંદા, મીઠું, સમારેલું લસણ - મરચાં અને કાજુના ટુકડા ઉમેરી 5 મિનિટ હલાવતા રહો.
ત્યાર પછી હળદર નાખી હલકા ગુલાબી કરો અને બધા ખડા મસાલા બહાર કાઢી લો અને બરફના ટુકડા નાખી ઠંડું પડવા દો અને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.
એક પેનમાં તેલ અને બટર લઈ લાલ મરચું,ધાણાજીરુ, હળદર,કસૂરી મેથી નાખી હલાવો અને બનાવેલી ગ્રેવી ઉમેરી મિક્સ કરી ટામેટાંની પ્યુરી ઉમેરી 10 મિનિટ ઢાંકીને થવા દો.
ઘટ્ટ થાય એટલે તેમાં પાણી ઉમેરી હલાવો પછી મલાઈ ઉમેરી મિક્સ કરી લો.
હવે ગ્રેવીમાં અંગુરી બોલ્સ ઉમેરી કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

 

Related News