વારાણસીમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં એબીવીપીનો પરાજય : કોંગ્રેસ-સપાએ મારી બાજી 

NATIONAL NEWS Publish Date : 25 February, 2021 09:03 PM

વારાણસીમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં એબીવીપીનો પરાજય : કોંગ્રેસ-સપાએ મારી બાજી 

 

વારાણસી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી સંગઠન એબીવીપીનો વિદ્યાર્થી સંગઠનના ઇલેક્શનમાં પરાજય થયો છે , કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધને બાજી મારીને વિજય પ્રાપ્ત કર્યો છે , વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં એનએસયુઆઇ અને સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંગઠને બાજી મારીને એબીવીપીને હરાવ્યું છે , આ યુનિવર્સીટીમાં સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનના નેતા અધ્યક્ષ જયારે કોંગ્રેસના હાથમાં ઉપાધ્યક્ષ સહીત 6 પદ આવ્યા છે.. જયારે ભાજપના વિદ્યાર્થી સંગઠનને એક પણ બેઠક મળી નથી જે મોટી વાત માનવામાં આવે છે .. પીએમ નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર છે વારાણસી અને તેમાં છત્ર સંગઠનની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તેની યુવા પાંખનું જીતવું મોટી વાત માનવામાં આવે છે  

 

Related News