રાજકોટમાં રાત્રીના હળવા છાંટણા : સવારે ઠંડી,બપોરે ગરમી રાત્રીના વરસાદી વાતાવરણ 

RAJKOT-NEWS Publish Date : 10 December, 2020 05:35 AM

રાજકોટમાં રાત્રીના હળવા છાંટણા : સવારે ઠંડી,બપોરે ગરમી રાત્રીના વરસાદી વાતાવરણ 

 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે , જોકે હવે તેમાં ચોમાસાનો પણ ઉમેરો થયો હોઈ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે , રાજકોટમાં ગુરુવારે સાંજ પડતા જ વાતાવરણ એકાએક બદલાયું હતું અને હવામાન વિભાગની આગાહી મુજબ શહેરના કેટલાક વિસ્તારમાં હળવા છાંટણાં પડયા હતા , શહેરના મવડી,150 ફૂટ રિંગ રોડ  માધાપર ચોકડી અને જંક્શન પ્લોટ તેમજ રેલનગર અને રોણકી તરફના વિસ્તારમાં હળવા છાંટાં પડતા વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું 

Related News