વેરાવળથી 600 કિમિ દૂર છે તૌકટે વાવાઝોડું ; દીવથી નલિયા સુધીની ત્રિજીયામાં વાવાઝોડું ત્રાટકી શકે છે 

SAURASHTRA Publish Date : 16 May, 2021 08:35 AM

 વેરાવળથી 600 કિમિ દૂર છે તૌકટે વાવાઝોડું ; દીવથી નલિયા સુધીની ત્રિજીયામાં વાવાઝોડું ત્રાટકી શકે છે 

 

વેરાવળ 

ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધતા ખતરનાક તૌકતે વાવાઝોડા ને લઈને તંત્ર એલર્ટ છે , તો વાવાઝોડું ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જોખમ સર્જાયું છે , એટલું જ નહિ દીવથી થી લઈને નલિયા સુધીની ત્રિજીયામાં વાવાઝોડું ટકરાઈ શકે છે , એટલું જ નહિ વેરાવળથી 600 કિમિ દૂર વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે , વેરાવળમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે , તો પોરબંદરના દરિયામાં પણ મોજા તોફાની બની શકે છે , એટલું જ નહિ વેરાવળ, માંગરોળ,પોરબંદર,ઓખા સહિતના બંદરોમાં અને દરિયા કાંઠાના વિસ્તારમાં તંત્ર દ્વારા લોકોને સલામત ખસેડવા માટે ખાસ આયોજન કર્યાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે 

Related News