ઋત્વિક રોશને કેટલા કરોડ ખર્ચીને ખરીદ્યું ડ્રિમ હાઉસ 

ENTERTAINMENT Publish Date : 25 October, 2020 02:22 AM

ઋત્વિક રોશને કેટલા કરોડ ખર્ચીને ખરીદ્યું ડ્રિમ હાઉસ 

 

બોલીવુડના હાર્ટથ્રોબ અને સુપર સ્ટાર હ્રિતિક રોશને મુંબઈમાં કરોડો રૂપિયાના ખર્ચે સી ફેસિંગ ઘર ખરીદ્યુ છે , રોશન પરિવારના આ લાડલા ઋત્વિક નું સ્વપ્ન નું ઘર મુંબઈના પોષ એરિયામાં આવેલું છે આ ઘર સી-ફેસિંગ સાઈટ ઉપર છે , મુંબઈના સૌથી પોષ ગણાતા જુહ વર્સોવા લિંક રોડ ઉપર બે એપાર્ટમેન્ટ ખરીદ્યાં છે જેની કિંમત સંબધીને તમે ચોંકી જશો , જીહા ઋત્વિકે સમુદ્ર કિનારાનો વ્યુ લેવા માટે 97.50 કરોડ રૂપિયા ની ચુકવણી કરી છે ,આ ઘર જુહુ વર્સોવા સી-લિંક ખાતે આવેલું છે , 38000 સ્કેવરફિટ આ આ એપાર્ટમેન્ટના 14,15,16 માં ફ્લોર ને ઋત્વિકે ખરીદ્યાં છે , બે એપાર્ટમેન્ટ ના ત્રણે ફ્લોરમાં 6500 સ્કવેરફિટ ની ખુલી અગાસી પણ મળી છે આ ઘરનું નામ ઋત્વિકે મન્નત રાખ્યું છે , આ એપાર્ટમેન્ટ માં 10 મોં માળ પણ ઋત્વિક માટે ખાસ એલોટ કરાયો છે સાથે સ્પેશિયલ લિફ્ટ પણ ઋત્વીકને અલાયદી મળવાની છે , આ ઘરે ઋત્વિક રહેવા જાય એ પહેલા ત્યાં પોતાના સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્દ થાય એ માટે તૈયારી શરૂ કરી છે, બંને એપાર્ટમેન્ટ માટે અલગ અલગ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે બિલ્ડર સમીર ભોજવાની પાસે થી આ એપાર્ટમેન્ટન ખરીદ્યા છે , એક એપાર્ટમેન્ટ માટે ઋત્વિકે લગભગ 67.50 કરોડ અને બીજા માટે 30 કરોડ ચૂકવ્યા છે એટલું જ નહિ લગભગ દોઢ કરોડ જેવી રકમ ઋત્વિકે સ્ટેમ્પ ડ્યુટીના રૂપમાં ચૂકવી હોવાનું પણ સૂત્રોનું કહેવું છે 

Related News