પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સેનાની વધુ એક પિન-પોઇન્ટ એરસ્ટ્રાઈક :કોઈ કાર્યવાહી થઈ ન હોવાની સેનાની સ્પષ્ટતા

INTERNATIONAL Publish Date : 19 November, 2020 01:55 AM

 

ભારતીય સેનાએ પીઓકે માં કોઈ કાર્યવાહી કરી નથી,સેના દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

 

સેનાની પીઓકેમાં એરસ્ટ્રાઇક : આતંકી અડ્ડાઓ ઉપર મોટી કાર્યવાહી (મીડિયાએ પીટીઆઈ ના નામે ફેલાવ્યા ન્યૂઝ)

 

ભારતીય સેના તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સેના તરફથી પીઓકે માં કોઈ એર સ્ટ્રાઈક કરવામાં આવી નથી.. પીટીઆઈ ના નામે ભારતીય મીડિયા અને ટીવી ચેનલોએ આ સમાચાર ચલાવ્યા હતા, હવે આ મામલે ભારતીય સેના એ સત્તાવાર સ્પષ્ટતા કરી છે .. પીટીઆઈ ના 13 તારીખ ના અહેવાલ ને લઈને આ સમાચાર સામે આવ્યા હતા... કેટલીક ટીવી ચેનલોએ પાકિસ્તાની આતંકીઓ અને સેના ના જવાનો ને મોટું નુકસાન થયા નું પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું, 

ગુજરાત પોસ્ટ દ્વારા પણ આ અંગે ટીવી ચેનલોના હવાલે થી આ સમાચાર વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યા હતા જે બાબતે આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે.. 

નીચે આ પહેલા સમાચાર મુકાયા હતા તેનો ઓરીજનલ અહેવાલ

 

 

ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ફરી એક વખત એરસ્ટ્રાઇક કરી છે , ભારતીય વાયુ સેનાની એરસ્ટ્રાઇક માં આતંકીઓન ઠેકાણા અને લોન્ચિંગ પેડ સહિતના અડ્ડાઓ નાબૂદ થયાનું સામે આવ્યું છે, ભારતીય સેનાએ ફરી એક વખત પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં આતંકીઓના સ્વર્ગ સમાન અડ્ડાઓને નાબૂદ કર્યા છે, ભારતીય સેનાની કાર્યવાહી અંગે પીટીઆઈ દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે, બીજી વખતની આ એરસ્ટ્રાઇક છે જેમાં આતંકીઓનો ખાત્મો બોલાવી દેવા માટે ભારતીય સેનાએ આકરી કાર્યવાહી કરી છે , ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં વસતા આતંકીઓના આકાઓને મોટું નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર સામે આવી રહયા છે , ભારતીય સેનાની આ કાર્યવાહી અંગે વિગતો ભારતીય સેના તરફથી આપવા આવશે પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈ ના રિપોર્ટ  મુજબ આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક કરી છે જેમાં મોટી સફળતા ભારતીય સેનાને મળી છે 26 ફેબ્રુઆરી 2019 માં પહેલી વખત ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક કરીને આતંકીઓને સબક શીખવીને પાકિસ્તાન ને કડક મેસેજ આપ્યો હતો હવે આતંકીઓને ઠેકાણે પાડવા માટે આ સ્ટ્રાઇક કરી હોવાની વિગતો સામે આવી છે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓનો ખાત્મો બોલ્યો હોવાની વિગતો સામે આવી રહી છે તો આતંકીઓ માટેની લોન્ચપેડ સમાન વિસ્તારોમાં બનાવવામાં આવેલી સુવિધા અને અન્ય ઠકાણાઓ પણ નાબૂદ થયાનું સામે આવ્યું છે , મોદી સરકારે આ બીજી મોટી કાર્યવાહી કરી છે વાયુસેનાએ કરેલી સફળ કાર્યવાહી થી સેનાના જવાનોનો જુસ્સો વધ્યો છે તો આતંકીઓમાં ભારે ફફડાટ અને ભય ફેલાયો છે, ભારતીય વાયુ સેનાની આ કાર્યવાહી પિન-પોઇન્ટ સ્થળો ઉપર કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જોકે પાકિસ્તાન તરફથી આ અંગે કોઈ રિસ્પોન્સ નથી આવ્યો  

(સમાચાર નો સ્ત્રોત ભારતીય ન્યૂઝ ચેનલો નો અહેવાલ)

Related News