જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ : એક અધિકારી 2 જવાન શહીદ 

TOP STORIES Publish Date : 08 November, 2020 10:40 AM

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ : એક અધિકારી 2 જવાન શહીદ 

 
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન હાથ ધાર્યું છે ,  સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે સીધી અથડામણ થઇ હતી જેમાં આતંકીઓ સાથે લડાઈમાં એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા છે, ભારતીય સેના તરફથી આતંકીઓને ઠાર મારવા માટે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે , શિયાળામાં આતંકીઓની ઘુષણખોરી વધી જતી હોઈ છે અને પાકિસ્તાન તરફથી આવતા આતંકીઓને રોકવા માટે નિયંત્રણ રેખા પાસે સેના અને બીએસએફ ના જવાનો સતત કાર્યરત રહે છે ત્યારે જમ્મુ કાશ્મીર ખાતે તેનાત બીએસએફ ના જવાનો પૈકી 2 જવાન અને એક ઓફિસર શહીદ થયા છે જયારે 2 ઘુષણખોર આતંકીઓ ઠાર મરાયા છે બંને ના શવ મળી આવ્યા છે , સેનાએ આતંકીઓને નિયંત્રણ રેખા પાર કરતા રોકવા માટે મોડી રાત્રીના ઓપરેશન હાથ ધાર્યું હોવાનું સામે આવ્યું છે 

Related News