જૂનાગઢ વૈશ્વિક પ્રવાસન નકશામાં છવાઈ જશે:ઊંચો ગઢ ગિરિનાર : જૂનાગઢવાસીઓનું રોપ-વેનું સ્વપ્ન થયું

TOP STORIES Publish Date : 24 October, 2020 04:28 AM

ઊંચો ગઢ ગિરિનાર : જૂનાગઢ વાસીઓનું રોપ-વે નું સ્વપ્ન થયું :

 

 જૂનાગઢવાસીઓ માટે આજનો દિવસ વિકાસ માટે અનેરો બની રહેવાનો છે સંસ્કૃતિ અને ધાર્મિક વિરાસત અને સંત સુરાની ભૂમિ જૂનાગઢ ના ગરવા ગિરનાર માં આજથી રોપ-વે સેવા શરૂ થઇ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીજીટલી આજથી ગિરિનાર રોપ-વે નું ઉદ્ઘાટન કરીને સેવાને ખુલ્લું મૂકી છે , ગિરિનાર દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે આ સેવાથી મોટો ફાયદો થશે એક તો સમયથી તેઓ ગિરિનાર ટૂંકે પહોંચી શકશે , તો બીજું વૃદ્ધ અને બાળકો માટે આ સુવિધા મહત્વની પુરવાર થશે વડીલો રોપ-વે દ્વારા ગિરિનાર પર્વત ચડી શકશે અને માં અંબાજીના દર્શન કરી શકશે એટલું જ નહિ ગિરિનાર દર્શન અને પ્રાકૃતિક નજારાને જોવા માટે આ રોપ-વે પ્રવાસન ક્ષેત્રમાં જૂનાગઢ માટે અદભુત બની રહેવાનો છે ગિરિનાર એ હંમેશા પ્રવસીઓ-આદ્યાત્મ ચેતના માટે અહીં આવતા લોકોઅને વિદેશીઓ માટે એક રહસ્ય અને અધ્યાત્મ માટે આકર્ષણ રૂપ જ બન્યો છે જૂનાગઢમાં ગિરિનાર પર્વત ઉપર રોપ-વે ની સુવિધા મળતા હવે એ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહેવાનો છે એટલું જ નહિ સૌરાષ્ટ્ર આવતા પ્રવાસીઓ માટે આ રોપ-વે એ નવી આવક અને રોજગારીનું માધ્યમ બનવાનું છે , તો એશિયાના સૌથી મોટા રોપ-વે માં બેસવા અને તેને માણવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં આવશે અને તે જૂનાગઢ માટે વિકાસના નવા દ્વાર ખોલી નાખશે એટલું જ નહિ જૂનાગઢ વૈશ્વિક પ્રવાસન નકશામાં છવાઈ જશે આ જૂનાગઢ માટે પોઇન્ટ સાબિત થશે 

Related News