અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના કમલા હેરીશ : જાણો શું છે કમલાનું ભારત કનેક્શન 

રાશિફળ Publish Date : 08 November, 2020 05:48 AM

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના કમલા હેરીશ : જાણો શું છે કમલા નું ભારત કનેક્શન 

 

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્ણ થઇ છે અને 46 માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન ની નિમણુંક થઇ છે જોકે જો-બાઇડેન ની નિમણુંક સાથે ઉપ રાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના કમલા હેરિસ પણ ચૂંટાયા છે જે ભારત માટે ગૌરવની વાત છે જોકે કમલા હેરીશ શુદ્ધ અમેરિકન વિચાર ધરાવતા નેતા છે અને તે અનેક વખત ભારત અંગે સંવેદનશીલ ટિપ્પણીઓ કરી પોતાના વિચારો વ્યક્ત કરતા રહયા છે ખાસ કરીને કાશ્મીર ને લઈને તેના નિવેદનોએ ચર્ચા જગાવી હતી જોકે અહીં તેમની ટિપ્પણીઓ અંગે નહિ પરંતુ તેઓના ભારત કનેક્શન અંગે વાતચીત કરવાની છે , કમલા હેરિસ ના માતા તામિલનાડુના વતની છે તેઓના માતાનું નામ શ્યામલા ગોપાલન છે અને તેઓ તામિલનાડુના તિરુવર જિલ્લાના છે , તેઓની વરણીથી જિલ્લામાં આવેલા તેઓના માતાના ગામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે , કમલા કેલિફોર્નિયાના સેનેટર છે અને અહીંથી ચૂંટાયેલા 3 એશિયન સેનેટર પૈકીના તેઓ એક છે અહીં તેઓને અલ્પસંખ્યક લોકોના સૌથી વધુ વોટ મળયા છે ભારત માટે આશા રાખીએ કે કમલા ભારત સાથે સહાનુભૂતિ રાખે અને ભારત સાથે સબંધી વધુ મજબૂત બનાવે 

Related News