કાશ્મીરમાં હિજબુલનો કમાન્ડર ઠાર મરાયો : સેનાએ ફૂંકી માર્યો 

રાશિફળ Publish Date : 01 November, 2020 02:42 AM

કાશ્મીરમાં હિજબુલનો કમાન્ડર ઠાર મરાયો : સેનાએ ફૂંકી માર્યો 

 
 જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને નેસ્તો નાબુદ કરવાના ઓપરેશન ઓલઆઉટ કરવાના અભિયાનને આજે મોટી સફળતા મળી છે , સેનાએ હિઝબુલ ના કમાન્ડર ડો સૈફુલ્લા ને સેનાએ ફૂંકી માર્યો છે , ડો સૈફુલ્લા હિજબુલનો કમાન્ડર હતો અને સેનાએ ચોક્કસ રણનીતિ ના ભાગ રૂપે જે કોઈ આતંકી સંગઠન તેના કમાન્ડરની કાશ્મીરમાં નિયુક્તિ કરે છે તે ને જ ફૂંકી મારવા માટે અભિયાન હાથ છે , અને છેલ્લા 3 વર્ષમાં સેનાએ 150 થી વધુ આતંકીઓને ઓપરેશન ભાગ રૂપે જ ઠોકી માર્યા છે , એ આજ ભૂમિકામાં ડો સૈફુલ્લા કોઈ નવી હરકત કરે એ પહેલા જ તેને સેનાએ ફૂંકી મારી ને ઠાર કર્યો છે સાથે જ તેના એક સાથીદાર ને જીવતો પકડીને હિજબુલ્લા ની હવે પછીની કાર્યવાહી અને આગળની રણનીતિ અંગે મહત્વની માહિતી ઓકાવવા માટે પૂછપરછ શરૂ કરી છે , ઉલ્લેખનીય છે કે હાલ માં જ ભાજપના નેતા અને તેના સાથીદારોની હત્યા મામલે હિજબુલ્લા કમાન્ડર ડો સૈફુલ્લા માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે 

Related News