પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન:રાજકીય નેતાઓ શોક વ્યક્ત કર્યો

GUJARAT Publish Date : 29 October, 2020 09:26 AM

 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન ; પીએમ-સીએમ સહિતનાએ શ્રદ્ધાંજલિ આપી 

 

 

જનસંઘના પાયાના પથ્થર સમાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે , કેશુભાઈ પટેલ હાલમાં બીમાર હતા તેઓને એક સપ્તાહ પહેલા તબિયત લથડતા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી જોકે આજે તેઓની તબિયત ફરી લથડી હતી અને તેઓને અમદાવાદ ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેઓએ અંતિમ શ્વાસ લીધા છે... કેશુભાઈ ભાજપનને ગુજરાતમાં સત્તા આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ બાબુભાઇ જશભાઈ પટેલની સરકારમાં કૃષિ મંત્રી તરીકે રહી ચુક્યા હતા કૃષિ અને સિંચાઈ ક્ષેત્રમાં તેઓનો અદભુત અનુભવ રહ્યો છે 90 ના દાયકામાં કોંગ્રેસને સત્તા થી દૂર કરીને ગુજરાતમાં ભાજપને સત્તા ઉપર લાવવા માટે એક તક ભાજપને સૂત્ર ગુંજતું કરી ને ભાજપની સરકાર બનાવી હતી જોકે શંકરસિંહ વાઘેલાના બાળવા અને ગુજરાતમાં રાજકીય ડામાડોળ જેવી સ્થિતિ છતાં તેઓ ભાજપને સતત જીતાડતાં આવ્યા હતા કેશુભાઈની સરનેમ દેસાઈ છે જોકે બધા જ પટેલ એક હોવાનું સાર્થક કરવા તેઓએ દેસાઈ માંથી પોતાના નામ માં પટેલ જોડાવી દીધું હતી , તેઓ ગુજરાતના ગામડે ગામડે ગુંડાગીરી નાબુદી સમિતિના રચિયતા રહયા છે રાજકોટમાં પણ લીલીયા ગુંડા નો ભારે આતંક હતો જેને કેશુભાઈએ સબક શીખવીને રાજકોટ કોઠારીયા નાકા ને ગુંડા મુક્ત કર્યું હતું એટલું જ નહિ કેશુભાઈએ રાજકોટમાં મનહરસિંહજી સામે ચૂંટણી લડીને વિજય મેળવી ને રાજ્યમાં કૃષિમંત્રી તરીકે ની જવાબદારી સાંભળી હતી જોકે કેશુભાઈનો ખરો સિતારો 90 નાદાયકામાં રહ્યો છે જ્યારે એક તક ભાજપને સૂત્ર ગુંજ્યું અને ભાજપને ગુજરાતમાં સ્થાપિત કરીને સત્તા સ્થાને બેસાડ્યો , ગુજરાતમાં આવેલા ભુકમ્પ બાદ તેઓ રાજકીય રૂપથી ભાજપમાં હાંસિયા ઉપર જતા રહયા હતા અને તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મતભેદ થતા તેઓએ ગુજરાત ભાજપ માંથી રાજીનામુ આપીને નરેન્દ્ર મોદીને સત્તાસ્થાને થી દૂર કરવા માટે ગુજરાત જનતા પાર્ટી બનાવી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જોકે તેઓ ચૂંટણીમાં પોતાની પાર્ટીને સફળ બનાવી શક્યા ન હતા ચૂંટણી હાર્યા બાદ જીપીપી નું ભાજપમાં વિલીનીકરણ કર્યું અને ધીમે ધીમે તેઓ રાજકીય સન્યાસ તરફ વળી ગયા હતા , જોકે કેશુભાઈ પટેલે ગુજરાત માટે હાથ ધારેલા કામોમાં સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે કેનાલ ની કામગીરી હોઈ કે ગામડે ગામડે ગોકુલગ્રામ યોજના શરૂ કરવાની વાત હોઈ કેશુભાઈએ સંખ્યાબંધ કામોને આજે પણ યાદ કરવામાં આવે છે 

 

Related News