આસામમાં સરકારી ખર્ચે મદ્રેસામાં કુરાન નહિ ભણાવી શકાય ; મદ્રેસાને સરકારી શાળામાં ફેરવાશે ;કુરાન સાથે ગીતા અને બાઇબલ ની માંગ પણ ઉઠશે : આસામ સરકાર 

TOP STORIES Publish Date : 14 October, 2020 10:50 AM

આસામમાં સરકારી ખર્ચે મદ્રેસામાં કુરાન નહિ ભણાવી શકાય ; મદ્રેસાને સરકારી શાળામાં ફેરવાશે ;કુરાન સાથે ગીતા અને બાઇબલ ની માંગ પણ ઉઠશે : આસામ સરકાર 

દેશના પૂર્વોત્તર રાજ્યો પૈકીના એક આસામમાં સરકારી ખર્ચે હવે મદ્રેસાઓમાં કુરાન નહીં ભણાવી શકાય , અસમની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે મદ્રેસાઓ સરકારી ખર્ચે ચાલે છે તેને સરકારી સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવશે , મદ્રેસામાં કોઈ એક ધર્મના અભ્યાસની મંજૂરી ન મળી શકે , કુરાન ભણવામાં આવે તો લોકો બાઇબલ અને ગીતા ભણાવવાની માંગણી પણ થઇ શકે છે દેશ બિનસામ્રદાયિક છે અને સરકારી ખર્ચે સર્વ ધર્મ સમભાવ રાખવાના નિર્ણયને લઈને આસામમાં કોઈ એક ધર્મ ને મહત્વ નહિ મળે તેમ આસામ સરકારે નિર્ણય જાહેર કર્યો છે 

Related News