આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે

NATIONAL NEWS Publish Date : 19 April, 2021 09:05 PM

આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી.કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે સરકારે  વેક્સિન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્રને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શક્ય એટલા ઓછામાં ઓછા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીય નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે સખત પ્રયત્ન કરી રહી છે.18 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વાઈરસની વેક્સિન લગાવવા અંગે સરકારે જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં આ અંગે પ્રોટોકોલ અંગે જાણકારી આપશે

Related News