દિવાળીની ખરીદી માટે બજારમાં નીકળો ત્યારે ચોર-ગઠિયાથી રહેજો સાવધાન 

SAURASHTRA Publish Date : 01 November, 2020 02:57 AM

દિવાળીની ખરીદી માટે બજારમાં નીકળો ત્યારે ચોર-ગઠિયાથી રહેજો સાવધાન 

બજારમાં કે દુકાનમાં ખરીદી સમયે કેવી સાવધાની રાખવી ? 

દિવાળીને  ગણતરીના જ દિવસ બાકી છે,  બજારમાં ખરીદીનો માહોલ છવાયેલો છે, દિવાળીની ખરીદી આ સપ્તાહઠયી જ શરૂ થઇ, જોકે દિવાળીની ખરીદી શરૂ કરો કે ખરીદી માટે બજારમાં જાવ  રહેવું ખુબ જ જરૂરી છે, સૌથી મોટો ખતરો છે ચોર-ગાઠીયાઓથી, જીહા  ખરીદી માટે કે ખરીદી કરીને પરત ફરી રહેલા ખરીદારોને ચોર-ગઠિયાઓ નિશાન બનાવે છે, દિવાળી એ ચોર-ગઠિયાઓ માટે ચોરી અને તફડંચી માટે મોટો મોકો હોઈ છે , પરંતુ ચેતતા નર સદા સુખી એ મામલે જો જરા પણ સાવધાની હટે તો દુર્ઘટના ઘટે તેવી પરિસ્થિતિ નો અનુભવ અનેક લોકોએ કર્યો હોઈ છે , દિવાળીએ ભારે ભીડ સર્જાતી હોઈ તેવી બજાર કે દુકાનોમાં જતા પહેલા સમાન અને રોકડ રકમનું ખાસ ધ્યાન રાખવું , એક થી વધુ લોકોએ ખરીદી માટે બજારમાં સાથે જવું અને રોકડ રકમને એક વ્યક્તિ પાસે નહિ પરંતુ બધાએ વેંચીને સાથે રાખવી જેથી દુર્ઘટના કે કોઈ તફડંચીનો ભોગ બનવાની નોબત આવે તો નુકશાન ઓછું થઇ શકે, ખરીદી સમયે એક જ વ્યક્તિ પૈસા ની લેતી દેતી કરે એ જરૂરી છે, તો ભીડભાડ વાળી જગ્યા અને બજારમાં એક સાથે ચાલવા કરતા આગળ પાછળ ચાલવું જેથી કોઈ પાછળ થી નુકસાન ન પહોંચાડી શકે, કિંમતી સમાન કે દાગીના કોઈ પણ પરિસ્થિતિમાં પહેરીને બજારમાં ન જવું, તે કપાઈ જવાની હંમેશા બીક રહે છે, તો જયારે કિંમતી સામાનની ખરીદી કરવા જાવ જેમ કે સોનાના દાગીના કે અન્ય ઇમ્તી સમાન ત્યારે રોકડ રકમનું હંમેશા ધ્યાન રાખવું અને દાગીના કે સોનાના કે ચાંદીના આભૂષણો ખરીદી ને સીધા જ ઘરે પહોંચવું જેથી તેને સલામત રીતે ખસેડી શકાય 

Related News