આનંદો ! આ વર્ષે સૂકોમેવો મનભરીને ખાવા મળશે : ભાવમાં થયો છે ઘટાડો 

GUJARAT Publish Date : 31 October, 2020 03:16 AM

આનંદો ! આ વર્ષે સૂકોમેવો મનભરીને ખાવા મળશે : ભાવમાં થયો છે ઘટાડો 

 
દિવાળીના તહેવારમાં સાગા સબંધીઓને અને સાથી કર્મચારીઓને તેમજ કોર્પોરેટ ગિફ્ટ માટે સૂકોમેવો એ સૌથી પહેલી પસંદગી માનવામાં આવે છે,જોકે સુકામેવાના ભાવ સાંભળતા જ પરસેવો છૂટી જતો હોઈ છે જોકે આ વર્ષે સુકામેવા ના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ગત વર્ષ કરતા સૂકોમેવો 25 થી 30 ટકા જેટલો સસ્તો થયાનું નોંધાયું છે , સુકામેવાના ભાવમાં ઘટાડો થવાને પગલે આ વર્ષે કોર્પોરેટ ગિફ્ટ અને દિવાળી ભેંટ માટે સુકામેવાની ડિમાન્ડ નીકળવાની શક્યતા જોવાઈ રહી છે. આ વર્ષે બદામનો એક કિલોનો ભાવ 650 થી 700 રૂપિયા જેટલો છે , જે ગત વર્ષે 850 થી 950 અને કેટલીક પસંદગી ની બદામ 1100 રૂપિયા પ્રતિકિલોનો ભાવ નોંધાયો હતો  તો મોંઘા પિસ્તા ગત વર્ષે 2200 રૂપિયા થી 2300 રૂપિયા પ્રતિકિલો ના ભાવ વેંચાયા હતા ગત વર્ષે જે આ વર્ષે 1100 રૂપિયા થી 1200 રૂપિયા ના ભાવે વેંચાઈ રહયા છે , તો કાજુના ભાવમાં પણ પ્રતિ કિલોએ 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જોકે કાજુ ના ભાવ ક્વોલિટી મુજબ અલગ અલગ બ્રાન્ડ મુજબ નોંધાય છે સારી વાત એ છે કે સુકામેવાના શોખીન અને શિયાળામાં અડદિયા અને અન્ય સુકામેવાની મીઠાઈ બનવવા ઇચ્છતા હોઈ તેઓ માટે ભાવ ઘટાડો આનંદ ના સમાચાર લાવ્યો છે 

Related News