ગુજરાત પ્રદેશ ભાજપના 39 હોદ્દેદારોના નામ જાહેર થયા : રાજકોટ શહેરમા કમલેશ મીરાણી રિપીટ જિલ્લામાં મનસુખભાઇ ખાચરીયા નવા સુકાની 

GUJARAT Publish Date : 09 November, 2020 04:35 AM

ગુજરાત પ્રદેશ ભાજપના 39 હોદ્દેદારોના નામ જાહેર થયા : રાજકોટ શહેરમા કમલેશ મીરાણી રિપીટ જિલ્લામાં મનસુખભાઇ ખાચરીયા નવા સુકાની 

 

પાર્થ લાઠીગરા દ્વારા 

ગુજરાત પ્રદેશ ભાજપના નવા હોદેદારોની નિમણુંક થઇ છે,  પ્રદેશ મોવડી મંડળે 39 જિલ્લા અને શેર પ્રમુખોના નામ જાહેર કર્યા છે , અમદાવાદ અને રાજકોટને બાદ કરતા બાકી તમામ જગ્યાએ નો રિપીટ ની થીયેરી મુજબ નવા ચહેરાને સમાવી લેવામાં આવ્યા છે, રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે કમલેશ મીરાણી ને રિપીટ કરવામાં આવ્યા છે , તો જિલ્લામાં પોરબંદર બેઠક ઉપર લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા મનસુખભાઇ ખાચરીયા ની વરણી કરવામાં આવી છે... પ્રદેશ ભાજપના નવા હોદ્દેદારોના નામ આ મુજબ છે 

અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઈ , શહેરમાં રૃચિત શાહ , જામનગરમાં વિમલભાઈ કગથરા, જયારે જિલ્લામાં રમેશ મૂંગરા, રાજકોટ જિલ્લામાં મનસુખભાઇ ખાચરીયા, શહેરમાં કમલેશ મીરાણી રિપીટ , ભાવનગરમાં શહેરના પ્રમુખ તરીકે રાજીવ પંડ્યા, જયારે વડોદરામાં ડો વિજય શાહ ,,સુરતમાં નિરંજન ઝાંઝમેરા ના નામ જાહેર થયા છે સુરજ જિલ્લામાં સંદીપ દેસાઈ નવસારીમાં ભુરાભાઇ શાહ, મહેસાણામાં જશુભાઈ પટેલ, પાટણમાં દશરથજી ઠાકોર, બનાસકાંઠામાં ગુમણસિંહજી ચૌહાણ, દેવભૂમિ દ્વારકામાં ખીમભાઇ જોગલ, મોરબીમાં દુર્લભજી દેથારિયા, જૂનાગઢમાં શહેરમાં પુનિત શર્મા , જિલ્લામાં કિરીટભાઈ પટેલ,  માનસિંહ પરમાર, પોરબંદરમાં કિરીટભાઈ મોઢવાડીયા, અમરેલીમાં કૌશિકભાઈ વેકરીયા, સુરેન્દ્રનગરમાં જગદીશભાઈ દલવાડી ની નિમણુંક થઇ છે 

Related News