કોરોના પગલે 11000 કર્મચારીઓને કાઢી મુકશે આ કમ્પની 

TOP STORIES Publish Date : 31 October, 2020 02:43 AM

કોરોના પગલે 11000 કર્મચારીઓને કાઢી મુકશે આ કમ્પની 

કોરોનાએ દુનિયાના અર્થતંત્ર ને બરબાદ કરવામાં કોઈ કસર નથી મૂકી , કોરોના ને પગલે લાખો લોકો બેરોજગાર બન્યા છે , તો હજારો લોકોના ધંધાં બંધ થઇ ગયા છે , આ પરિસ્થિતિમાં છેલ્લા 7 મહિનાથી ઠપ્પ પર્યટન ઉદ્યોગ ખરેખર ક્યારે શરૂ થશે એ કહેવું મુશ્કેલ છે અને તેને પગલે જ કોરોના હવે 11000 કર્મીઓની નોકરી જવાની છે , વિશ્વની ટોચની મનોરંજન પાર્ક સંચાલન કરતી કમ્પની ડિઝની તેના 11 હજારથી વધુ કર્મચારીઓને નોકરી માંથી કાઢશે , છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી ડિઝની લેન્ડમાં કોરોના ને પગલે સ્થિતિ કથળી છે , લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે  હરવા ફરવા માટે મનોરંજન પાર્ક માં જવાનું તો કોઈ વિચારે જ કેમ અને એટલે જ 6 મહિનામાં ડિઝનીની કમર તૂટી ગઈ છે અને તેને પગલે હવે તે 111 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરશે ,  ડિઝનીના 18900  કર્મચારીઓ એ નોકરી ગુમાવી દીધી છે અને આ કર્મચારીઓ હવે લડતમાં માર્ગે આગળ વધે તે માટે નોકરી બચાવવા માટે કર્મચારી સંગઠન ની રચના કરી કમ્પની સામે જુમ્બેશ ચલાવવા વિચારી રહયા છે , શરૂઆત માં ડિઝનીએ 720 કર્મચારીઓ ને નોકરીએથી છુટા કરી નાખ્યા છે , એક અંદાજ મુજબ ડિઝની તેના 28000 થી વધુ કર્મચારીઓને નોકરી માંથી કાઢવાની છે 

Related News