રાજકીય કાર્યકરે સોસીયલ મીડિયાના ગ્રુપમાં બીભત્સ પોસ્ટ મુકતા ખળભળાટ 

GUJARAT Publish Date : 01 November, 2020 03:08 AM

રાજકીય કાર્યકરે સોસીયલ મીડિયાના ગ્રુપમાં બીભત્સ પોસ્ટ મુકતા ખળભળાટ 

 

મહેસાણામાં એક સોસીયલ મીડિયાના ગ્રુપમાં રાજકીય કાર્યકર દ્વારા બીભત્સ અને અશ્લીલ પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો છે, આ પોસ્ટ વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવી હતી અને પોસ્ટ મુકતાની સાથે જ ગ્રુપમાં રહેલા સભ્ય સમાજના સદસ્યો એક બાદ એક રીમુવ થવા લાગ્યા હતા, કિસ્સો મહેસાણાનો છે અને મહેસાણા શહેર કોંગ્રેસ નામનું આ વોટ્સએપ ગ્રુપ છે અને તેમાં એક સદસ્યને અશ્લીલ પોસ્ટ મૂકી હતી જેથી તેમાં રહેલા સભ્ય સમાજના પુરુષો જ નહિ પરંતુ સાથે સાથે આ ગ્રુપમાં મહિલાઓ પણ હતા જેઓએ તરત જ ગ્રુપને છોડી દીધું હતી સભ્ય સમાજ માટે આવી પોસ્ટ ખુબ જ ખરાબ પરિસ્થિતિ માં મૂકે છે હાલ તો આ ગ્રુપમાં મુકવામાં આવેલી અશ્લીલ અને બીભત્સ પોસ્ટ ને પગલે મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ખળભળાટ ચાલી રહ્યો છે અને માફામાફી સુધી વાતચીત પહોંચી છે 

Related News