તહેવાર ઉપર જ રાજ્યમાં ડુંગળી બટેટાના ભાવમાં સતત વધારો : ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું 

TOP STORIES Publish Date : 20 October, 2020 02:02 AM

તહેવાર ઉપર જ રાજ્યમાં ડુંગળી બટેટાના ભાવમાં સતત વધારો : ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું 

 

                       રાજ્યમાં તહેવાર ઉપર જ ડુંગળી અને બટેટાના ભાવમાં સત્તત વધારો થવાને પગલે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે , તહેવારી સીઝન ચાલી રહી છે અને બટેટાના ભાવ છૂટક બજારમાં એક કિલોના 50 રૂપિયાને પાર પહોંચી ગયા છે તો ડુંગળી પણ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહી છે , રાજકોટમાં સૌથી મોટા શાકભાજીના છૂટક બજાર જયુબેલી શાકમાર્કેટ ખાતે બટેટાના વેપારી રમેશ ભાઈ જણાવે છે કે ચાલુ વર્ષે સૌથી વધુ ભાવ હાલના દિવસોમાં વધ્યા છે બટેટા હોલસેલમાં જ 30 થી 35 માં ઘરમાં પડે છે જયારે બટેટાનું વકલ મુજબ ભાવની વધઘટ થતી હોઈ છે હાલમાં છૂટક બજારમાં બટેટા 45 થી 55 રૂપિયા સુધી વેંચાયા છે , જોકે ઉપરથી જ આવક ઓછી અને ભાવ વધુ હોવાથી દરરોજ માથાકૂટ ભાવના મુદ્દે થતી હોઈ છે ,જોકે આ વખતે વધુ ભાવ હોવાનું વેપારીઓએ પણ સ્વીકાર્યું છે તો હીનાબેન નામના મહિલા નું કહેવું છે કે બજારમાં આ વર્ષે બટેટાના સૌથી વધુ ભાવ થયા છે જેમાં હાલના નવરાત્રીના તહેવારમાં બટેટા 500 રૂપિયા સુધી પહોંચ્યા છે આ કોઈ ઘરને પોસાઈ તેમ નથી કારણ કે રોજે રોજ બટેટાનું શાક અને તહેવાર હોવાથી ફરાળી ચિપ્સ અને ખીચડી માટે બટેટા રોજ 1 થી 1.5 કિલો વપરાઈ છે જે બટેજ ખોરવી નાખે છે , તો નવરાત્રીમાં ડુંગળી ઓછી ઉપયોગમાં લેવાઈ છે છતાં પણ ભાવ 50 થી નીચે છૂટક બજારમાં મળતી નથી ડુંગળીના ભાવ દિવાળી આસપાસ ઘટે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહયા છે જોકે હાલ તો ભાવે ગૃહણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે 

Related News