સીંગતેલમાં વધુ 20 રૂપિયાનો ઘટાડો : ડબ્બો 2260 થી 2280 

RAJKOT-NEWS Publish Date : 02 November, 2020 04:11 AM

સીંગતેલમાં વધુ 20 રૂપિયાનો ઘટાડો : ડબ્બો 2260 થી 2280 

સીંગતેલના ભાવમાં સતત ધીમી ગતિએ ઘટાડો થઇ રહ્યો છે  ઓઇલ મિલોમાં પીલાણ માટે આવતી મગફળીની ધૂમ આવકને પગલે તેલના નવા ટીનના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે નવા ટીનના બ્રાન્ડ મુજબ 2260 થી 2280 રૂપિયા સુધી બોલાયા હતા  તો કપાસીયાના ડબ્બે પણ વધુ 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે , સીંગતેલ અને કપાસિયા બાદ અન્ય ખાદ્યતેલ માં પણ નરમાઇ છે જોકે મગફળીના ઊંચા ભાવને પગલે તેલ આ વર્ષે મોંઘુ જ રહેવાનું છે અને સીંગતેલ બ્રાન્ડેડ વર્ષ દરમિયાન 2100 થી 2400 સુધી રહેવાની શક્યતા છે ,જોકે દિવાળી આસપાસ ભાવ માં નરમાઇ રહેશે અને આ સીઝનમાં 12 મહિના નું અને 6 મહિનાનું સીંગતેલ ભરવાનું ગૃહણીઓનું આયોજન રહેતું હોઈ છે 

Related News