પાકિસ્તાનમાં જોવા મળી ઊડતી રકાબી: લોકોમાં કુતુહલ 

INTERNATIONAL Publish Date : 28 January, 2021 01:37 PM

શનિવારે પાકિસ્તાનની ની ફ્લાઈટ નંબર PK-304 કરાચીથી લાહોર જઈ રહી હતી. જેમાં  ફ્લાઇટના પાઇલોટે લગભગ ચાર વાગ્યે અચાનક આકાશમાં એક ભારે સફેદ રોશનીનો ગોળો જે ઝડપથી જગ્યા બદલી રહ્યો હતો. ‘જિયો ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે, પાયલટ્સની નજર તેની પર ગઈ. થોડીકવાર પછી તેમણે તેનો વિડિયો બનાવવાનો શરૂ કર્યો.પછી તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ કથિત ઉડતી રકાબી રહીમ યાર ખાન વિસ્તારમાં જોવા મળી. પાયલોટના જણાવ્યા મુજબ, સૂર્યપ્રકાશ હોવા છતાં આ વસ્તુ ખુબ જ ચમકતી હતી, પાઇલોટની સાથે ફ્લાઇટના મુસાફરો એ  પણ મોબાઈલ માં વિડિઓ બનાવવાનું શરુ કર્યું હતું 

Related News