જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ અને રોકડા રૂપિયા છે 

TOP STORIES Publish Date : 15 October, 2020 01:08 AM

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ અને રોકડા રૂપિયા છે 

વડાપ્રધાન નરેન્દ્રએ મોદી પાસે કેટલી સંપત્તિ છે , દેશના ટોચના પદે બિરાજતા અને દેશના સૌથી પાવરફુલ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્રમોદી પાસે આખરે કેટલા રોકડા રૂપિયા છે , આ વાત સૌકોઈ વિચારતા હશે અને એ સવાલને જાણવા પણ માંગતા હશે કે આખરે મોદી પાસે કેટલા રૂપિયા છે , તો આ આર્ટિકલ ને ધ્યાનથી વાંચો એટલે તમને સમજાઈ જશે કે મોદી પાસે કેટલા રૂપિયા છે અને શા કારણે છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સંપત્તિમાં છેલ્લા 1 વર્ષમાં 36 ટકાનો વધારો થયો છે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સંપત્તિ એક વર્ષ પહેલા રૂપિયા 1 કરોડ 39 લાખ 10 હજાર 260 રૂપિયા હતી જે આ વર્ષે વધીને એક કરોડ , 75 લાખ 63 હજાર 618 રૂપિયા છે , વડાપ્રધાન ની આ સંપત્તિ પૈકી ગાંધીનગરમાં તેઓના નામે રહેલ એક પ્લોટ ની કિંમતનો પણ સમાવેશ થાય છે , જે પ્લોટની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવે છે , આ ઉપરાંત વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પગાર અને અન્ય ભથ્થાની આવકને તેઓ ફિક્સ ડિપોઝિટના રૂપમાં સાચવે ચેવ। , વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીમા પોલિસી અને બોન્ડ ખરીદી કરે છે તેઓ પાસે સોનાની ચાર વીંટીઓ છે , જોકે મોદી પાસે પોતાની કોઈ કાર નથી હાલ તેઓ પાસે રોકડા રૂપિયા માત્ર 31 હજાર જ છે , મોટાભાગના પગાર ની તેઓ બચત જ કરે છે એટલે તેઓની સંપત્તિમાં સતત વધારો થાય છે , જોકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓને મળતા પગાર અને અન્ય ભથ્થાઓ અને તેઓએ કરેલી બચત પૈકીની રકમ નો સ્ટાફના બાળકોના એજ્યુકેશન અન્ય અન્ય ખર્ચ માટે ચૂકવી દીધી હતી મોદી આમ અનેક ગુપ્ત સેવાકીય કામો માટે જાણીતા છે જોકે આ બાબતે તેઓને કોઈ પ્રસિદ્ધિ આપે એ પસંદ નથી કરતા , તો જાણ્યું ને આપણા વડાપ્રધાન પાસે કેટલી સંપત્તિ અને કેટલા રોકડા રૂપિયા છે 

Related News