પુલવામાં આતંકી હુમલો પાકિસ્તાને કરાવ્યો : પાકિસ્તાની મંત્રી ફવાદએ કર્યું કાબુલ 

INTERNATIONAL Publish Date : 29 October, 2020 02:46 AM

પુલવામાં હુમલો પાકિસ્તાને કરાવ્યો : પાકિસ્તાની મંત્રીએ કર્યું કાબુલ 

 
 
ભારતમાં આતંકી હુમલાઓ કરાવનાર પાકિસ્તાને આખરે કબુલ્યું છે કે કાશ્મીરના પુલવામાં ખાતે થયેલો હુમલો પાકિસ્તાને કરાવ્યો છે, પાકિસ્તાનના મંત્રી ફવાદએ સંસદમાં કબુલ્યું છે કે પુલવામામાં ભારત ઉપર હુમલોએ પાકિસ્તાનની સફળતા ગણાવી છે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં ખાતે હુમલો કરાવીને સીઆરપીએફ ના 40 જવાનના જીવ લીધા હતા , ભારતના 40 સપૂતો કાયરતા પૂર્ણ હુમલામાં વીરગતિને પ્રાપ્ત થઈને શહીદ થયા હતા જોકે ભારતમાં આ હુમલાને લઈને ભયંકર આક્રોશ હતો અને તેનો બદલો 12 માં દિવસે ભારતીય સેનાના વીર જવાનોએ પાકિસ્તાનના બાલકોટ ઉપર એરસ્ટ્રાઇક કરીને આતંકીઓનો સફાયો કરીને બદલો લીધો હતો બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને અભિનંદન અને તેની ટીમે પાકિસ્તાની આતંકીઓ નો સફાયો કર્યો હતો અને લોન્ચ પેડને નેસ્તોનાબુદ કર્યા હતા, પુલવામાં ખાતે સીઆરપીએફ ના જવાનોને લઈને 78 ગાડીઓ જય રહી હતી જેમાં અંદાજિત 2500 જેટલા જવાનો હતા જે ડ્યુટી ઉપર જઈ રહયા હતા , આતંકીઓની ગાડીમાં અંદાજિત 350 કિલો જેટલો આરડીએક્સ ભરેલો હતો અને તેમાં 40 જવાનો શહીદ થયા હતા છેલ્લા એક દાયકામાં થયેલો આ સૌથી મોટો હુમલો હતો અને આ બ્લાસ્ટ ને પગલે 10 કિમિ દૂર સુધી અવાજ અને તીવ્રતા અનુભાવાઈ હતી દેશભરમાં આ હુમલાને લઈને ભયંકર આક્રોશ હતો અને આક્રોશને પગલે નરેન્દ્રમોદીએ સેનાનો જુસ્સો વધાર્યો હતો અને બાળકોટ એરસ્ટ્રાઇક કરીને આ હુમલાનો બદલો લેવામાં આવ્યો હતો 

Related News