જાણો ભારત બંધના રાજકોટમાં કેવા કેવા દ્રશ્યો સર્જાયા : ક્યાંક બંધ તો ક્યાંક માથાકૂટ ક્યાંક ટીંગાટોળી 

RAJKOT-NEWS Publish Date : 08 December, 2020 03:09 AM

જાણો ભારત બંધના રાજકોટમાં કેવા કેવા દ્રશ્યો સર્જાયા : ક્યાંક બંધ તો ક્યાંક માથાકૂટ ક્યાંક ટીંગાટોળી 

 
રાજકોટ 
ભારત બંધને લઈને રાજકોટમાં સવાર થી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે સંતાકૂકડીની રમત રમાઈ હતી , ક્યાંક કોંગી કાર્યકરો વિરોધ કરવા માટે રસ્તે ઉતાર્યા હતા તો ક્યાંક કોંગી કાર્યકરોને વિરોધ પહેલા જ પોલીસે ઉઠાવી લીધા હતા, શહેર પોલીસે સોમવારે રાતથીજ કોંગી કાર્યકરો ઉપર માર્કર મૂકીને તેની ગતિવિધિ ઉપર નજર રાખી હતી જેને પગલે કોઈ મોટી ઘટના વગર ભારત બંધ નું એલાન શાંતિપૂર્ણ રીતે મિશ્ર પ્રતિસાદ વાળું રહ્યું હતું , કોંગી કાર્યકરોએ મવડી ચોકડી અને રૈયા વિસ્તારમાં વિરોધ નોંધાયો હતો, મવડી બ્રિજ ઉપર સુઈ જઈને ચક્કાજામ કરવાની કોશિશ થઇ હતી તો રૈયા રોડ પાસે દુકાનો બંધ કરવા ગયેલા કોંગી કાર્યકરોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી સામાકાંઠે કોંગી નગરસેવકોએ બંધ કરાવ્યું તો પોલીસે દોડી જઈને અટકાયત કરી , સોમવારે  રૂપે કોંગી કાર્યકરે ટાયર સળગાવ્યા અને ભય ઉભો કર્યો હતો જોકે દિવસ દરમિયાન કોઈ મોટી ઘટના ન બને તે માટે તંત્ર સખત કામગીરી  હતું 

Related News