રાજકોટમાં સોશિયલ ડીસ્ટન્સના નિયમોનો ધજાગરો કરી સિટીબસમાં ખીચોખીચ મુસાફરી :મહાપાલિકા સંચાલિત છે બસ સેવા 

TOP STORIES Publish Date : 02 April, 2021 08:06 PM

રાજકોટમાં સોશિયલ ડીસ્ટન્સના નિયમોનો ધજાગરો કરી સિટીબસમાં ખીચોખીચ મુસાફરી :મહાપાલિકા સંચાલિત છે બસ સેવા 

 

રાજકોટ 

રાજકોટમાં સીટી બસ સેવાનો એક વિડીયો સામે આવ્યો છે...  વીડિયોમાં ખીચોખીચ ભરેલા મુસાફરો છે.. અને આ બસ છે રાજકોટ મહાપાલિકા સંચાલિત કમ્પનીની કોરોનાને પગલે એક તરફ રાજકોટમાં ઢગલાબંધ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ સોસીયલ ડિસ્ટન્સ અને અલગ અલગ નિયમો હેઠળ મહાપાલિકા સામાન્ય લોકો સામે કાર્યવાહી કરે છે ચા અને નાસ્તાની દુકાનીઓ બંધ કરાવે છે પરંતુ પોતાની જ સીટી બસ સેવામાં મુસાફરોને ખીચોખીચ ભરાઈને મુસાફરી કરવી પડી રહી છે મહાપાલિકા એક તરફ સામાન્ય લોકોને સોશિયલ ડિસ્ટન્સ ના પાથ ભણાવે છે તો બીજી તરફ તેના જ નાક નીચે લોકો કોરોના સંક્રમણ નો ભોગ બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે સિટીબસ સેવાનો વધુને વધુ ઉપોયોગ નાના અને ગરીબ વર્ગના લોકો કરે છે.. ત્યારે આ પરિસ્થતિ જોતા કોરોના થી લોકોને કોણ બચાવશે એ કહેવું મુશ્કેલ છે સિટીબસના સંચાલનમાં કોઈ નિયમ છે કે લોકો જ જાતે નિયમોની સામે આંખ એન્ડ કાં કરી રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે તમે પણ વિડીયો જુઓ અને નક્કી કરો કે આ બસમાં બેસેલા કોઈ કોરોનાસ્પ્રેડર હશે તો શું થશે ?

Related News