રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો. હેડગેવાર ટાઉનશીપ અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ ૧૫ દુકાનોની જાહેર હરરાજી: તમામ દુકાનોનું વેંચાણ: રૂ. ૧.૯૫ કરોડની આવક

RAJKOT-NEWS Publish Date : 20 January, 2021 06:52 PM

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો. હેડગેવાર ટાઉનશીપ અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ ૧૫ દુકાનોની જાહેર હરરાજી: તમામ દુકાનોનું વેંચાણ: રૂ. ૧.૯૫ કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો. હેડગેવાર ટાઉનશીપ અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ ૧૫ દુકાનોની આજે તા. ૧૯-૦૧-૨૦૨૧ ના રોજ જાહેર હરરાજી કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ ૧.૯૫ કરોડની આવક થયેલ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત ૧૮.૭૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ ૮.૬૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલએ જણાવેલ હતું.

આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી. જેમાં ૫૧ અરજદારોએ ભાગ લીધો હતો. હરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરાજીમાં ભાગ લીધો હતો. ડીપોઝીટની રકમ હરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.  

Related News