રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર આરોગ્ય અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે : મ્યુ કમિશનર અગ્રવાલ 

RAJKOT-NEWS Publish Date : 12 November, 2020 04:23 AM

રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર આરોગ્ય અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે : મ્યુ કમિશનર અગ્રવાલ 

 
રાજકોટ 
રાજકોટમાં દિવાળીએ આરોગ્ય સહિતની સેવાઓ ચાલુ રહેશે, મહાનગરપાલિકા દ્વારા વર્તમાન કોરોના મહામારીનો નજર સમક્ષ રાખી દિવાળીના તહેવારો દરમ્યાન પણ આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેમ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.
 
તેમણે વધુમાં કહ્યું હતું કે, તા. ૧૪મીએ શનિવારે દિવાળીના રોજ તથા તા. ૧૫મીએ રવિવારે આરોગ્ય કેન્દ્રોની સેવાઓ અડધો દિવસ ચાલુ રહેશે તેમજ કોવિડ-૧૯ ટેસ્ટિંગ વ્હીકલ, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ તથા શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે, જ્યારે તા. ૧૬મીએ નૂતન વર્ષના દિવસે ૨૧ આરોગ્યની સ્ટેન્ડબાય ટીમ દ્વારા ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, જેમાં સારવાર અને ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે.

Related News