ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો ,64 ઇંચ સાથે નવો રેકોર્ડ 

સૌરાષ્ટ્ર Publish Date : 30 September, 2019

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે , ભાદરવો વીતવા છતાં મેઘરાજા જવાનું નામ લેતા નથી ચાલુ વર્ષે જાને રાજકોટ ચેરાપુંજી બન્યું હોઈ તેમ 64 ઇંચ વરસાદ પડ્યો છે , વરસાદને પગલે જનજીવન વ્યાપકરૂપથી પ્રભાવિત બન્યું છે , શાળા-કોલજ માં આંશિક રૂપથી રજાનો માહોલ જોવા મળ્યો છે , તો  છૂટક ધંધો કરી રોજીરોટી મેળવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે , તો નોકરી કરનાર લોકોને પણ વરસાદી મુસીબતનો સામનો કરવો પડ્યો છે  , રાજકોટમાં આ વર્ષે પડેલા વરસાદને પગલે 100 વર્ષના રેકોર્ડને તો તોડી નાખવામાં આવ્યો છે સાથે નવો જ રેકોર્ડ બન્યો છે 

Related News