સત્યમેવ જયતે : રાજકોટના પત્રકારો ઉપર 2 એફઆઈઆર : અગ્નિકાંડ અંગે રિપોર્ટિંગનો પુરસ્કાર ​​​​​​​

RAJKOT-NEWS Publish Date : 06 December, 2020 04:00 AM

સત્યમેવ જયતે : 

રાજકોટના પત્રકારો ઉપર 2 એફઆઈઆર : અગ્નિકાંડ અંગે રિપોર્ટિંગનો પુરસ્કાર 

રાજકોટ 

રાજકોટમાં દિવ્યભાસ્કર અખબારમાં કામ કરતા ચાર પત્રકારો અને પોલીસ તપાસમાં ખુલે એ બીજા અન્ય લોકો સામે પહેલા તાલુકા પોલીસ મથકમાં પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો, તાલુકા પોલિસ મથક કેસ દાખલ નોંધવામાં આવ્યા બાદ શનિવારે બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે, પહેલા કેસમાં દિવ્યભાસ્કર અખબારના ત્રણ પત્રકારો અને એક ફોટોગ્રાફર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે બીજો કેસ એક પત્રકાર અને ફોટોગ્રાફર સામે દાખલ કરવામાં આવ્યો છે દેશમાં વાણી સ્વતંત્રતા અને અખબારી સ્વતંત્રતાની વાતો વચ્ચે રાજકોટમાં પત્રકારો ઉપર પોલીસ દ્વારા ફરિયાદી બનીને કેસ દાખલ કરવોએ લોકશાહીના ચોથા સ્થંભ સામે મોટો પડકાર સમાન છે દેશમાં અર્ણબ ગોસ્વામી થી લઈને ધવલ પટેલ ના સામે ફરિયાદ અને ગુન્હાઓ દાખલ થયા છે ત્યારે વધુ 4 પત્રકારોને નિશાન બનવવામાં આવ્યા છે જે સભ્ય સમાજમાં અને બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા અને નિંદાનો વિષય બન્યો છે 

પત્રકારોમાં પ્રતિપાલસિંહ, મહેન્દ્રસિંહ,ઇમરાન હોથી, ફોટોગ્રાફર પ્રકાશ રાવરાણીનો સમાવેશ થાય છે આ ચારે સામે પહેલી ફરિયાદમાં છે , જયારે બીજી ફરિયાદમાં મહેન્દ્રસિંહ અને બીજી ફરિયાદમાં મહેન્દ્રસિંહ અને પ્રકાશના નામનો સમાવેશ થાય છે 

Related News