બંધના એલાનને લઈને ગુજરાત પોલીસ સજ્જ: ડીજીપી ભાટિયા

GUJARAT Publish Date : 07 December, 2020 01:33 AM

ભારત બંધને લઈને ગુજરાત પોલીસ સજ્જ : ગેરકાયદે કે દબાણ કરી બંધ કરાવનારા સામે કડક કાર્યવાહી થશે ;ડીજીપી ગુજરાત 

 

 

કૃષિ ખરડાને રદ્દ કરવાની માંગણીને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્રતા તરફ આગળ વધી રહ્યું છે , ખેડૂતોએ પોતાની માંગણીને લઈને 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન કર્યું છે, ગુજરાતમાં ભારત બંધને કોંગ્રેસ,એનસીપી, આપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જોકે ગુજરાત સરકારે અને મુખ્યમંત્રીએ આ આંદોલન અને ભારત બંધના એલાનને ગુજરાતના ખેડૂતોનું સમર્થન ન હોવાનું જણાવી ને બંધમાં ગુજરાત નહીં જોડાઈ એવી વાત જણાવી છે , મુખ્યમંત્રીની પ્રેસ બાદ ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાએ પણ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે 8 તારીખના બંધના એલાનને લઈને કોઈપણ પકારની ગેરરીતિ કે જબરજસ્તી બંધ કરાવવાની કોશિશ ને રોકવામાં આવશે હાઇવે અને સિટીના રસ્તાઓ રાબેતા મુજબના રહેશે કોઈ પણ વ્યક્તિ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર બંધ ને લઈને કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી કે ગેરરીતિ સ્વીકાર્ય વહી હોઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે બજાર બંધ કરાવવા માટે નીકળતા તત્વો સામે અને ટોળા સામે કાર્યવાહી કરવામાં આવશે બિન જરૂરી રીતે 4 થી વધુ લોકોના ટોળા એકત્ર થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પણ જણાવી છે , સાથે જ રાજ્ય પોલીસ વાળાએ જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની અનીચ્નીય ઘટના ન ઘટે તે માટે પોલીસ સજ્જ છે અને તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે 

Related News