રાજકોટ ખાતે ફરીથી શરુ થશે ટેસ્ટિંગ બુથ : કોરોના ના વધતા કેસને પગલે લેવાયો નિર્ણય

SAURASHTRA Publish Date : 19 November, 2020 12:54 PM

રાજકોટ ખાતે ફરીથી શરુ થશે ટેસ્ટિંગ બુથ : કોરોના ના વધતા કેસને પગલે લેવાયો નિર્ણય 

રાજકોટ 
રાજકોટમાં દિવાળી ઉપર બંધ કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ બુથને ફરીથી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે , રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના પ્રવેશના મુખ્ય ત્રણે હાઇવે ઉપરાંત શહેરમાં જાહેર સ્થળે કોરોના ટેસ્ટિંગ માટે બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા એટલું જ નહિ મહાપાલિકના પ્રાંગણમાં પણ બે ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા જોકે આ ટેસ્ટિંગ બુથ લોકોની ઓછી જરી અને ચકાસણી માટેની અનિચ્છાને પગલે બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં માત્ર શહેરના પ્રવેશદ્વાર ના જ ટેસ્ટિંગ બુથ ચાલુ રાખવામાં આવ્યા હતા જ્યા મનપાના અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ ને ફરજ સોંપવામાં આવી હતી જોકે હવે કોરોના ના કેસ ની સંખ્યામાં સતત વધારાને પગલે ફરીથી ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે, તેમજ બજારમાં કાર્યરત વેપારીઓના ટેસ્ટિંગ કરવાં,આ આવી શકે છે કારણ કે આ વેપારીઓ પૈકી મોટાભાગના વેપારીઓ સુપર સ્પ્રેડર બની શકે તેમ છે અને શહેરમાં જે પ્રકારે કોરોના ના કેસ વધ્યા છે તે પ્રકારે હવે એક્શન લેવા માટે તંત્ર દોડવા લાગ્યું છે  

Related News