રાજકોટમાં 12 માળની ઇમારત માંથી કૂદકો લગાવી યુવકે કર્યો આપઘાત

GUJARAT Publish Date : 25 November, 2020 12:54 PM

 

Rajkot

રાજકોટમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર નામની બિલ્ડિંગના બારમા માળેથી એક યુવકે કૂદકો મારી પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. ત્યારે આપઘાતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે. વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે યુવક બિલ્ડિંગના 12 માળેથી કુદકો લગાવી આપઘાત કરે છે. આપઘાતના બનાવની જાણ થતાં જ 108 અને યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલ 108 ની ટીમ દ્વારા યુવકને અમૃત થયેલો જાહેર કરવામાં આવ્યો હતો તો ઘટનાસ્થળ પર પહોંચેલ યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. મૃતકનું નામ ભાવિન હોવાનું અને બિમારીની દવાઓ લેતો હોવાનું સામે આવ્યું છે ,જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આપઘાતનું ખરું કારણ જણાવ્યા માટે કવાયત આદરી છે  

 

Related News