સોનાનો ભાવ ઘટી 10 ગ્રામના 42 હજાર થઇ જશે ?

BUSINESS Publish Date : 30 November, 2020 05:12 AM

સોનાનો ભાવ ઘટી 10 ગ્રામના 42 હજાર થઇ જશે ?

 
રાજકોટ 
દુનિયાભરમાં મેટલના ભાવમાં થઇ રહેલા ફેરફાર ની અસર કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવ ઉપર પણ પડી રહી છે , સોનાના અને ચાંદીના ભાવ દિવાળી પહેલા રેકોર્ડ સ્તરે નોંધાઈ ચુક્યા હતા , સોનુ 55 હજાર પ્રતિ 10 ગ્રામને પાર ટ્રેડ કરી રહ્યું હતું તો ચાંદી પણ 65 હજાર પ્રતિકિલોના ભાવે વેંચાઈ રહી હતી , જોકે જેમ જેમ દિવાળી નજીક આવી તેમ તેમ સોના અને ચાંદીના ભાવમાં ધીમો પણ મક્કમ ઘટાડો નોંધાતો રહ્યો છે અને દિવાળી વીતવા સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો છે , અમેરિકામાં ટ્રમ્પ સરકારની વિદાઈ અને નવા વૈશ્વિક સમીકરણો ને પગલે ધીમે ધીમે સોનાના ભાવ ઘટીને હવે બુલિયન બજારમાં 50 હજાર આસપાસ ટ્રેડ થઇ રહ્યા છે , જોકે એક કિલો ચાંદી હજુ 60 હજાર આસપાસ ટ્રેડ થઇ રહી છે ,પરંતુ સોનુ છે તે ધીમે ધીમે ઘાટીલું રહ્યું છે જેને પગલે વૈશ્વિક વાયદા બઝારમાં સોનાનો વાયદો આગામી ફેબ્રુઆરીમાં ઘટીને ટ્રેન્ડ થઇ રહ્યો છે જેમાં સોનુ પ્રતિ 10 ગ્રામ 42 હજાર આસપાસ સુધી નીચું પહોંચી જાય એ જોવામાં આવી રહ્યું છે , સોનાના ભાવ ઘટવા પાછળ અર્થતંત્રની રિકવરી અને અમેરિકામાં બદલાતી સરકાર ને કારણભૂત માનવામાં આવે છે 
 
સોનાના ઘટતા ભાવ સાથે સૌરાષ્ટ્રમાં સોનીઓને ઘરાકી નીકળી શકે છે 
 
સોનાના સતત ભાવ ઘટાડાથી નાના અને માધ્યમ વર્ગને રાહત પહોંચી રહી છે , સોનાના ભાવમાં ઘટાડાથી સોની કારીગરોને ધીમી ઘરાકી પણ શરુ થવાની આશા બંધાઈ છે , 50 હજારને પર પહોચેલું સોનુ હવે ધીમે ધીમે 50 હજારની અંદર આવી રહ્યું હોઈ પ્રસંગથી લઈને નાની મોટી ખરીદી માટે આગામી જાન્યુઆરી થી લઈને માર્ચ મહિનો બેસ્ટ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે , સાથે જ ભાવ નીચા જવાથી નાના સોની કારીગરો અને વેપારીઓને ઘરાકી આવવાથી એક વર્ષથી ઠપ્પ જેવા સોનાના વેપારને થોડી રાહત થઇ શકે છે 

Related News