લોકલ ફોર વોકલ ની વાતો વચ્ચે ઓનલાઇન ખરીદીનો જબરો ક્રેઝ : નાના શહેરના વેપારીઓ પરેશાન 

RAJKOT-NEWS Publish Date : 09 November, 2020 04:09 AM

લોકલ ફોર વોકલ ની વાતો વચ્ચે ઓનલાઇન ખરીદીનો જબરો ક્રેઝ : નાના શહેરના વેપારીઓ પરેશાન 

 
રાજકોટ, 9 નવેમ્બર 
 
લોકલ ફોર વોકલ નો મંત્ર ભલે આપવામાં આવ્યો હોઈ , અને નાના અને માધ્યમ કદના વેપારીઓને વેપાર માટે મદદ કરવા માટે જુમ્બેશ ચાલવામાં આવતી હોઈ પરન્તુ વાસ્તવિકતા જુદી જ છે મોટા શહેરમાં ઓનલાઇન ખરીદી નો ક્રેઝ વેપારીઓને પરેશાન કરતો હતો તે પરેશાની હવે નાના શહેરમાં પણ જોવા મળતા નાના અને સ્થાનિક રોજગારી મેળવતા વેપારીઓ માટે મોટી મુશ્કેલી બની રહી છે , સૌરાષ્ટ્રમાં આજ સુધી મોટા શહેરમાં જ ઓનલાઇન ખરીદી માટે લોકો ઓર્ડર કરતા  હતા જોકે જિલ્લાના ગોંડલ , જેતપુર, ધોરાજી, ઉપલેટા જેવા શહેરમાં પણ લોકો ઓનલાઇન ખરીદી કરતા થયા છે જેન પગલે દર વર્ષે દિવાળીએ બજારમાં ઉભરાતી ભીડને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહ હોઈ છે જોકે આ વખતે માલનો ભરાવો હોવા છતાં ગ્રાહકો દુકાને આવતા નથી દુકાને આવે છે તો ગ્રાહકો ખરીદી માટે ખુબ જ ઓછો રસ ધરાવે છે જોકે ગ્રાહકો ભાવ જાણીને ઓનલાઇન બજાર સાથે સરખામણી કરીનેં પછી ખરીદી કરે છે.
 
ઓનલાઇન ખરીદી માં સૌથી વધુ કાઈ વસ્તુનો ક્રેઝ છે ?
 
ઓનલાઇનમાં ખરીદી કરતા ગ્રાહકોમાં હાલ સૌથી વધુ મોબાઈલ ની ખરીદી માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે , જોકે મોબાઈલ બાદ ક્રમ આવે છે ટીવી નો અને ત્યાર બાદ એસેસરીઝ ની ખરીદી અને નાની વસ્તુઓ ગ્રાહકો ઓનલાઇન મંગાવે છે , જોકે હવે ઓનલાઇન રેઝર થી લઈને ફ્રિજ સુધી અને ફર્નિચર થી લઈને એસી સુધીની વસ્તુઓ ઉપલબ્ધ છે, તો કપસા અને સૂઝ ની ખરીદી પણ મોટા પ્રમાણમાં લોકો કરતા થયા છે હવે તો ગ્રોસરી પણ ઓનલાઇન મંગાવતા થયા છે 
 
 

Related News