દિવાળીના દિવસે રાત્રીના 2 કલાક અને બેસતા વર્ષે રાત્રીના માત્ર 35 મિનિટ ફટાકડા ફોડી શકશે :રાજકોટ પોલીસ કમિશનર દ્વારા દિવાળીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 

RAJKOT-NEWS Publish Date : 08 November, 2020 12:05 PM

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા દિવાળીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 

દિવાળીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું ; જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, સમય સીમા નક્કી કરવામાં આવી 

દિવાળીના દિવસે રાત્રીના 2 કલાક અને બેસતા વર્ષે રાત્રીના માત્ર 35 મિનિટ ફટાકડા ફોડી શકશે 

 

રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા દિવાળી અને બેસતા વર્ષના સમયમાં લોકો દ્વારા ઉજવણી કરવા માટે આતાશબાજી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવતી રહી છે તેને અનુસંધાને દિવાળી અને બેસતા વર્ષે ફટાકડા ફોડવા અંગે સમય મર્યાદા નક્કી કરીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યા મુજબ દિવાળીની રાત્રીના 2 કલાક અને બેસ્ટ વર્ષે રાત્રીના માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડવા માટે સમય આપવામાં આવ્યો છે આ સમયગાળા થી વધુ કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમઝહ દવારા ફટાકડા ફોડવામાં  સામે ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવી શકે છે , દિવાળીએ 2 કલાક એટલે રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા માટે મંજૂરી આપવામાં આવી છે , તો બેસતા વર્ષે માત્ર 35 મિનિટ એટલે રાત્રીના 11.55 કલાક થી રાત્રીના 12.30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે , આ અંગે તમામ પોલીસ મથક દ્વારા જાહેરનામાનો અમલ કરવા માટે જણાવી દેવાં આવ્યું છે 

 

જાહેરનામા માં જણાવ્યા મુજબ મોટા અવાજ વાળા અને એક સાથે મોટી સંખ્યામાં ફોડી શકી તેવા ફટાકડા નું વેંચાણ અને ખરીદ કરીને ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે , ફટાકડા ને લઈને જાહેરનામા ની અંદર ઉલ્લેખ કરાયો છે કે આકાશી અને મોટા અવાજ વાળા તેમજ ફૂટપાથ કે જાહેર રસ્તા ઉપર ફોડવા ઉપર કડક પ્રતિબંધ અમલી બનશે 

Related News